Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મોરબીમાં NCSC ૨૦૨૧ ઓનલાઈન તાલીમ કાર્યક્રમ શનિવારે યોજાશે

ગુજકોસ્ટ – ગાંધીનગર પ્રેરિત આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આયોજન

મોરબી : ગુજકોસ્ટ – ગાંધીનગર પ્રેરિત આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા તા. ૧૦ ના રોજ સવારે ૧૦ : ૩૦ થી ૧૨ : ૩૦ કલાક દરમિયાન NCSC-2021 તાલીમ કાર્યક્રમ ઓનલાઈન માધ્યમથી યોજાશે
જે તાલીમ કાર્યક્રમમાં જોડાવવા માટે લિંક https:// youtube.com /c/ ARYABHATTLOK VIGYANKENDRAMORBI પરથી જોડાઈ શકાશે જે કાર્યક્રમમાં વક્તા તરીકે ધ્રોલ એમ ડી મહેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્રના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય પંડ્યા માર્ગદર્શન આપશે તાલીમ કાર્યક્રમમાં NCSC નો પરિચય તેમજ મુખ્ય થીમ અને સબ થીમનો પરિચય, પ્રોજેકટનું માળખું તેમજ રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચેલા પ્રોજેક્ટનું નિદર્શન કરાશે વધુ માહિતી માટે દીપેન ભટ્ટ – 97279 86386 સંપર્ક કરવા જણાવ્યું છે

(11:11 pm IST)