Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

ટંકારા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ચાર જુગારીઓને 2470 રૂપિયાના મુદામાલ સાથે ઝડપ્યા

ટંકારા : ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી લીધા હતા અને આ ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે ટંકારા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ટંકારાના ઓટાળા ગામેં ખુલ્લી જગ્યામાં ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો જુગાર રમતા આરોપીઓ વસંતભાઇ મોહનભાઇ વાધેલા, મહેશભાઇ ભલાભાઇ પરમાર, અજયભાઇ મગનભાઇ પરમાર, ચતુરભાઇ રમેશભાઇ છીપરીયાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રોકડા.રૂ .૨૪૭૦ નો મુદામાલ કબ્જે લઈ આ ચારેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

(11:17 pm IST)