Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કચ્છમાં કોવીડ-૧૯ પ્રોટોકોલના પાલન સાથે રથયાત્રાની મંજુરી : રથયાત્રામાં સામેલ તમામે કોવીડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જોઇએ : સોમવારે રથયાત્રા અનુસંધાને કલેકટર દ્વારા જાહેરનામું બહાર પડાયું

(વિનોદ ગાલા દ્વારા) : (ભુજ) રાજયમાં આગામી તા.૧૨મી જુલાઇ-૨૦૨૧ના અષાઢીબીજના રોજ ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાને નિયત શરતો અને નિયંત્રણોને આધિન મંજુરી આપવામાં આવી છે. જે પૈકી કચ્છ જિલ્લામાં પણ કોવીડ-૧૯ના પ્રોટોકોલના પાલન સાથે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા રથયાત્રાની મંજુરી આપવામાં આવી છે.

કચ્છમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાને નિયત શરતો/નિયંત્રણોને આઘીન મંજુરી અંગે નિર્ણય લેવા જણાવેલ છે. નીચેની શરતો/નિયંત્રણોને લક્ષમાં રાખી સંબંઘિત સત્તાઘિકારીશ્રીઓએ મંજૂરી અંગેનો નિર્ણય લેવાનો રહેશે.

સ્થાનિક વહિવટી તંત્રએ  સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકો સાથે ચર્ચા કરી ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવાનો રહેશે. રથયાત્રા/શોભાયાત્રા નક્કી કરેલ માર્ગ ઉપર મહત્તમ ૫ (પાંચ) સંખ્યાના રથ/વાહન  સાથે નિકળશે. પરંતુ, અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ વિગેરે રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લઇ શકશે નહીં. કેટલીક  રથયાત્રાઓ/શોભાયાત્રાઓ યાંત્રિક વાહનો ઉપર અથવા યાંત્રિક વાહનો/ખલાસીઓ દ્વારા ખેંચવામાં આવે છે. જેથી, સ્થાનિક પરિસ્થિતિ અને જરૂરીયાતોને ધ્યાને રાખી રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર ખલાસીઓની સંખ્યા ઓછામાં ઓછી રાખવાની રહેશે. અને,  કોઇ પણ સંજોગોમાં એક સાથે ૬૦ થી વધારે ન થાય તે સુનિશ્વિત કરવાનું રહેશે. રથયાત્રા/શોભાયાત્રામાં ભાગ લેનાર વાહન ચાલકો, ખલાસીઓ, મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો/સંચાલકો અને પુજાવિધિમાં ભાગ લેનાર તમામે રથયાત્રાના ૪૮-કલાક પહેલા કરાવેલ RTPCR Test નેગેટીવ હશે તેઓ જ સામેલ થઇ શકશે. આ તમામે COVID-19 vaccine નો પ્રથમ ડોઝ લીધેલ હોવો જોઇશે. જો કે બંને ડોઝ લીધેલા હોય તે હિતાવહ રહેશે. તમામે COVID-19 Protocolનું પાલન કરવાનું રહેશે. ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા/શોભાયાત્રાના પ્રસ્થાન અગાઉ તથા પુનરાગમન બાદ કરવામાં આવતી ધાર્મિક વિધીમાં, રાજય સરકાર દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સંખ્યા કરતા વધારે લોકો એકત્ર ન થાય તે અંગે આયોજકોએ કાળજી લેવાની રહેશે. રથયાત્રા દરમિયાન રથયાત્રામાં સામેલ રથ/વાહન વચ્ચે યોગ્ય અંતર જાળવવાનું રહેશે.

સમગ્ર રથયાત્રા/શોભાયાત્રા દરમિયાન સ્થાનિક જરૂરીયાત મુજબ સંબંધિત સત્તાધિકારીઓ/ માહિતી વિભાગ અને સબંધિત મંદિર/ટ્રસ્ટ/આયોજકોએ Still Photography તથા જીવંત પ્રસારણ (Live Telecast/Live Streaming) અને Electronic / Social Media Platforms ને Video Feed ઉપલબ્ધ કરવા માટે  જેટલું શક્ય હોય તેટલું આયોજન કરી શકશે. COVID-19ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા/શોભાયાત્રા દરમિયાન માર્ગ ઉપર પ્રસાદ વિતરણ થઇ શકશે નહી. COVID-19ના સંક્રમણને ધ્યાને લેતા રથયાત્રા/શોભાયાત્રાનું વ્યવસ્થિત સંચાલન થઇ શકે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરૂરી વિસ્તારોમાં ઉચિત સમય માટે Curfew લગાવવાનો રહેશે અને જરૂર જણાય તેવા માર્ગો ઉપરના પ્રવેશ-નિર્ગમનના રસ્તાઓ નિયંત્રિત કરવાના રહેશે. ઉપરાંત સબંધિત સત્તાધિકારી પરવાનગી આપતી વખતે સ્થાનિક પરિસ્થિતિ અને જરુરીયાતોને ધ્યાને લઇ અન્ય શરતો મુકી શકશે. ઉપરના નિયંત્રણો/શરતો તા. ૧૧.૦૭.૨૦૨૧ તથા તા. ૧૩.૦૭.૨૦૨૧ના રોજ યોજાનાર રથયાત્રા/શોભાયાત્રા માટે પણ અમલી રહેશે. સમગ્ર જીલ્લામાં યોજાનાર રથયાત્રાઓ/શોભાયાત્રાઓનું આયોજન ઉપરોક્ત શરતો તથા COVID-19 સંક્રમણ-નિયંત્રણ માટે  બહાર પાડેલ માર્ગદર્શક સુચનાઓના પાલન સાથે થાય તે હેતુથી Health Authorities, Municipal Authorities અને અન્ય સંલગ્ન  વિભાગો/સંસ્થાઓ સાથે સંકલનમાં રહીને કરવાનું રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ, COVID-19 અંગેના PROTOCOLની અન્ય સબંધિત જોગવાઇઓ પાળવાની રહેશે.

આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–૧૮૮ અને ઘી એપેડેમિક એકટ ૧૮૯૭ અન્વયે ઘ ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલુશન, ર૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષા થશે તેવું કચ્છ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રવિણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

(9:37 am IST)