Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઉપલેટામાં પેટ્રોલ-ડિઝલ ભાવ વધારો પાછો ખેંચવા માગણી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા, તા.૧૦: સંયુકત કિશાન મોરચાએ દિલ્લી બોર્ડર પરથી પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસરનો ભાવ વધારો પાછો ખેંચવાની માગણી સાથે રાષ્ટ્રીય આંદોલન જાહેર કરેલ છે તે આંદોલનના પગલે ગુજરાત કિશાનસભા ઉપલેટામાં ધરણા દેખાવો કર્યા ખેડુત અને મજુર મહિલાઓની  હાજરી વિશેષ હતી મહિલાઓમાં રાંધણગેસના ભાવ વધારાનો આક્રોશ હતો ગુજરાત કિશાનભાસના રાજય પ્રમુખ ડાયાલાલ ગજેરાએ જણાવેલ કે પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસના ભાવ વધારાથી ખેડુતો અને ગરીબો મધ્યમ વર્ગ ઉપર બોજ વધ્યો છે. આ તકે ગુજરાત કિશાન સભાના ખીમાભાઇ આલ, લખમણભાઇ પાનેરા, દિનેશભાઇ કંટારીયા, ધીરૂભાઇ બાબરીયા, જસમતભાઇ દુધાત્રા, અભિષેક રેવર સહિતના આગેવાનો હાજર રહયા હતા. પેટ્રોલ ડીઝલ ભાવ વધારા સામે દેખાવો કર્યા તે તસ્વીર.(તસ્વીરઃ ભોલુ રાઠોડ)

(10:08 am IST)