Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પેટ્રોલ-ડીઝલ તથા રાંધણ ગેસનો ભાવ ઘટાડવા કેશોદ આમ આદમી પાર્ટીની માગણી

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૦: પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના આસમાને પહોંચતા કમ્મરતોડ ભાવ વધારો તાત્કાલિક અસરથી ઓછો કરવા માટે કેશોદ આમ આદમી પાર્ટી દ્વારા રાજયના મુખ્યમંત્રી () લેખિત માગણી કરવામાં આવી છે.

કેશોદ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખશ્રી પ્રવિણભાઇ પટેલ કેશોદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રી કિશોરભા કોટેચા, શહેર આમ આદમી ઉ.પ.પ્રમુખ મહેશભાઇ મકવાણા તથા શહેર આમ આદમી સંગઠન મંત્રીની સદીથી રાજયના મુખ્યમંત્રીને સ્થાનિક ડેપ્યુટી કલેકટર દ્વારા મોકલાયેલા આવેદન પત્રમાં જણાવ્યુ છે કે કોરોનાના કારણે અત્યારે લોકોના કામ ધંધા ભાંગી ગયા છે આર્થિક દ્રષ્ટિએ પારાવાર નુકશાની થયેલ છે આ સ્થિતિમાં સામાન્ય માણસને માટે ઘર ચલાવવુ અતિ મુશ્કેલ છે આ સ્થિતિમાં સામાન્ય માણસને માટે ઘર ચલાવવુ અતિ મુશ્કેલ બની ગયેલ છે ત્યારે દરરોજ પેટ્રોલ-ડીઝલ અને છેલ્લે રાંધણ ગેસનો કમ્મરતોડ ભાવ વધારો થયો છે અને હજુ પણ દરરોજ વધી રહયો છે. આ સ્થિતિ વચ્ચે સામાન્ય માણસને માટે જીવન જીવવુ અતિ મુશ્કેલ બની ગયેલ છે સામાન્ય નાગરિકોની હાલાકીનો થોડો વિચાર કરી ઉપરોકત ભાવ વધારો તાત્કાલિક રોકવા અને જે વધારો થયેલ છે તે તાત્કાલિક ઓછો થાય તેમ કરવા આંતમાં માગણી કરવામાં આવેલી છે.

પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ વધારા સામે કેશોદમાં આમ આદમીએ આ રીતે સૌ પ્રથમ અવાજ ઉઠાવ્યો છે.

(10:11 am IST)