Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સાંજે વિજયભાઇ રૂપાણી સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શને

હનુમાનજીને અમાસ અને શનીવાર નિમિતે સુવર્ણ વાઘાના શ્રૃંગાર

વાંકાનેર,તા.૧૦: બોટાદ જિલ્લાના જગ વિખ્યાત અને સૌનું આસ્થાનું પ્રતિક જયાં 'ધજા ફરકે છે સત ધર્મ' ની એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ આયોજિત આજે અમાસ અને શનિવાર તો દાદાના દરબારમાં જ આજે શનિવારના રોજ આજે  દાદાને સુર્વણ વાઘાના આજે અમાસ અને શનિવાર બને સાથે હોય 'દાદાને સુર્વણ શણગાર' રાખેલ છે.

આજે સવારે 'મંગળા આરતી' સવારે ૫:૩૦ કલાકે કરવામાં આવેલ હતી તેમજ 'શણગાર આરતી' સવારે ૭:૦૦ કલાકે ભકિતમયના દિવ્ય માહોલ સાથે જય જયકારના ઘોષથી કરવામાં આવેલ હતી. 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા કી જય' નારાથી મંદિર પરિસર ગુંજી રહયું હતું. આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે સાંજે ૪:૩૦ કલાક આસપાસ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દાદાના દર્શનાથે આવવાના છે. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરના શાસ્ત્રીજીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી , કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી , સ્વામીશ્રી ડી.કે.સ્વામીજી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરવામાં આવશે. આ ઉપરાંત અષાઢીબીજ ના પાવન પુણ્યશાળી અવસરે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે 'દાદા ના નિજ મંદિર ને અનોખો પુષ્પો નો વિશેષ શણગાર દર્શન' થશે તેમજ 'રથ' રાખવામાં આવશે આજે સાળંગપુરધામ ખાતે દાદાના દર્શનાથે વિશાળ સંખ્યામાં ભાવિક ભકતજનો પધારેલા હતા અને સવારની મંગળા આરતી તેમજ શણગાર આરતી ના દિવ્ય દર્શનનો લાભ લીધેલ હતો , આજે જો જો દાદાના અદ્બૂત સુર્વણવાંઘાના દર્શન ભૂલતા નહીં હૌ. આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાંજે અવવાના હોય ચુસ્ત બંદોબસ્ત મંદિરમાં છે , ઘર બેઠા ઓનલાઇન ઉત્સવ દર્શન નિહાળો બ્ફન્ળ્ બ્ફ ૂળ્બ્શ્વ્શ્ગ્ચ્ લ્ખ્ન્ખ્ફઞ્ભ્શ્ય્ણ્ફશ્પ્ખ્ફથ્ત્ ઉપર કાયમ બને ટાઈમની આરતી , લાઈવ દર્શન , ઉત્સવ દર્શન કાયમ આવે જ છે જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજી , તેમજ સ્વામીશ્રી ડી.કે.સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(11:26 am IST)