Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ધોરાજીથી જામકંડોરણા જતી વખતે રસ્તામાં બનાવ

બાઇક સ્લીપ થતાં કાલાવડ તાબેના અરલાના કાળુભાઇ ગલોલનું મોત

રાજકોટ તા. ૧૦: કાલાવડના અરલા ગામે રહેતાં કાળુભાઇ બાબુભાઇ ગલોલ (ઉ.વ.૪૮) તા. ૮ના રોજ કામ સબબ બાઇક લઇને ધોરાજી ગયા હતાં. ત્યાંથી જામકંડોરણા જતાં હતાં ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં ધોરાજી, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત રાતે મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

કાળુભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં અને ખેત મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ કાગળો કરી ધોરાજી પોલીસને મોકલ્યા હતાં.

(11:27 am IST)