Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પ્રભાસપાટણના મૌલીકભાઇ વૈયાટાની જીલ્લા ભાજપના યુવા ઉપપ્રમુખ તરીકે નિમણુંક

પ્રભાસપાટણ તા.૧૦ : યુવા અગ્રણી મૌલીકભાઇ સુભાષચંદ્ર વૈયાટાની ગીર સોમનાથ જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે વરણી કરેલ છે.

તેઓએ ભાજપ પાર્ટીમાં અત્યોદય સેલ કન્વીનર, બક્ષીપંચ મોરચા મંત્રી વેરાવળ પાટણ શહેર, યુવા મોરચા મહામંત્રી વેરાવળ પાટણ શહેર, યુવા મોરચા પ્રમુખ વેરાવળ પાટણ શહેર અને મંત્રી વેરાવળ પાટણ શહેર સહિતની જવાબદારીઓ નાની વયે ખૂબ જ સફળતાપુર્વક નિભાવેલ છે અને તેમની કામગીરીને ધ્યાને લઇ અને સંગઠનના જવાબદાર લોકોએ તેમને ગીર સોમનાથ જીલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોપવામાં આવેલ છે.

(11:30 am IST)