Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

લોધીકાના TDO ની ચેમ્બરમાં જ ઘરથાળના પ્લોટની મંજુરીની સનદ મહિલાને સોંપતા આત્મ વિલોપનની ચિમકીનો સુખદ અંત

જીલ્લા પંચાયત અનુસુચિત જાતિ ન્યાય સમિતિના ચેરમેન તાલુકા ભાજપ પ્રમુખ ગ્રામપંચાયત સરપંચ તેમજ પૂર્વ પ્રમુખની ઉપસ્થિતિમાં મહીલાને ન્યાય

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા,તા. ૧૦: લોધીકા તાલુકાના નગરપીપળીયા ગામના મહિલાને તાલુકા પંચાયત દ્વારા દોઢ વર્ષ પહેલા ૧૦૦ ચોરસ મીટર નો મફત ધર થાળનો પ્લોટ ફાળવેલ તેનો કબજો અને સનદ તાલુકા વિકાસ અધિકારી તરફથી નહી આપતા હોવાથી માનસિક રીતે પરેશાન મહીલાએ પરીવાર સહીત લોધીકા TDOની ચેમ્બરમાં ૧૩ તારીખે આત્મ વિલોપનની ચિમકી આપી હતી.

તેના પગલે રાજકોટ જિલ્લા પંચાયત અનુસુચિત જાતિ ન્યાય સમિતિ ના ચેરમેન મોહનભાઈ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી નગરપીળીયા સરપંચ કમલેશભાઇ સાકરીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી વિગેરે એ દરમિયાનગીરી કરતા આ મહિલા ના પરીવારને તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરા મામતદાર કે.કે.રાણાવસિયા તથા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી એસ.એલ.ચૌધરી, સર્કલ ઇન્સપેકટર એન.વી.ભટ્ટ, તલાટી કમ મંત્રી પી.પી.રાઠોડ તેમજ જીલ્લા પંચાયત સદસ્ય મોહનભાઈ દાફડા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી તથા સરપંચ કમલેશભાઇ સાકરીયાના હસ્તે મહીલાના પરીવાર ને ૧૦૦ ચોરસ મીટર મફત મળેલ ધરથાળના પ્લોટની સનદ આપવામાં આવતા આત્મવિલોપનની ચિમકીનો સુખદ અંત આવેલ છે.

ન્યાય મળતા વર્ષાબેન પરેશભાઈ વાઘેલાના પરીવારમા ખુશીની લહેર જોવા મળેલ અને નગરપીપળીયા ગામના આ વર્ષો જુના પ્રશ્ર્નો સુખદ અંત આવતા તંત્ર તેમજ આગેવાનો ગ્રામપંચાયતના હોદેદારો એ રાહતનો શ્વાસ લીધેલ અને વર્ષાબેન પરેશભાઈ વાઘેલાના પરીવાર ને ન્યાય મળતા મહિલા ના પરીવાર દ્વારા રાજકીય આગેવાનો અને ઉપસ્થિત અધિકારીઓનો આભાર વ્યકત કરેલ તસવીરમા જીલ્લા તેમજ તાલુકા ના આગેવાનો અધિકારીશ્રી ઓ તેમજ પરેશભાઈ વાઘેલાનો પરીવાર તેમજ આત્મવિલોપન ન કરવાનો સહમતિ પત્ર સાથે છે.

(11:31 am IST)