Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કચ્છમાં હિટ એન્ડ રનના ત્રણ બનાવોમાં ત્રણ માનવ જિંદગીઓ ઉપર પૂર્ણ વિરામ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : કચ્છમાં માર્ગ અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવોમાં ત્રણ જણ ના મોત નીપજયા હતા.

કંડલા અંતરજાળ વચ્ચે હાઈવે ઉપર રાત્રે ચાલી રહેલા કન્સ્ટ્રકશન કામનું સુપરવિઝન કરી રહેલા હરિ બાબુભાઈ લાવડિયા નામના યુવાનનું અજાણ્યા વાહનની હડફેટે મોત નિપજયું હતું.

બીજા બનાવમાં અંજાર ચંદ્રાણી વચ્ચે હાઈવે ઉપર પગપાળા જઈ રહેલ ૫૦ વર્ષીય આધેડ લધા કમા રબારીને બાઈક ચાલકે હડફેટે લેતા માથામાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજયું હતું.

ત્રીજા બનાવમાં ભચાઉ હાઈવે ઉપર ચોપડવા ઓવરબ્રિજ ઉપર પગપાળા જઈ રહેલ ૪૫ વર્ષીય રાજેન્દ્ર શ્રીજીચરન રામને અજાણ્યા વાહને હડફેટે લેતા મોત થયું હતું. પોલીસે ત્રણેય બનાવોની તપાસ હાથ ધરી છે.

(11:35 am IST)