Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઉપલેટામાં ૫૧ કારના કાફલા સાથે પ્રદેશ ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટની એન્ટ્રી

ઉપલેટાઃ પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ આજે સવારે ૯.૩૦ વાગ્યે અહીંના નાગનાથ ચોક ખાતે એકાવન કારના જંગી કાફલા સાથે આવી પહોંચતા યુવા નગરપતી મયુરભાઈ સુવાની આગેવાની નીચે આગેવાનો અને કાર્યકરોની વિશાળ હાજરી વચ્ચે ભારત માતા કી જય...ના નારા સાથે સ્વાગત કરવામાં આવેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ કીરીટભાઈ પાદરીયા, તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ માકડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા, યુવા ભાજપ પ્રમુખ જીજ્ઞેશ ડેર, જીલ્લા ભાજપ મંત્રી ઈન્દ્રજીતસિંહ ચુડાસમા, નરશીભાઈ મુંગલપરા, હરીભાઈ ઠુંમર (ભોલે), પરાગભાઈ શાહ, વિક્રમસિંહ સોલંકી, જયેશભાઈ ત્રિવેદી, લાઠના સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમા, ભાવેશ સુવા, રવિ માકડીયા, શૈલેષ સુવા સહિતનાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા(તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:37 am IST)