Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સુરેન્દ્રનગર પાસે ટ્રેલર સાથે અથડાતા કાર સળગી

વઢવાણ,તા. ૧૦: સુરેન્દ્રનગર શહેરના મૂળી હાઇવે ઉપર કુકડા ગામના પાટિયા પાસે ટ્રેલર અને ગાડી વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ વ્યકિતઓને ઈજા થવા પામી છે જયારે ઘટના સ્થળ ઉપર બંને વાહનો ધડાકાભેર ટકરાતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી ત્યારે સામે રહેલું ટ્રેલર પણ રોડ રસ્તા ઉપર પલટી મારી ગયું હતું આકસ્માતમાં ઇજા પામેલા પાંચ વ્યકિતઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જયારે ટ્રેલર અને ગાડીના ડ્રાઇવર લક્ષ્મણભાઈ અને ભરતભાઈ બંને રહેવાસીઓ મૂડી ગામના ને પણ ઈજા પહોંચી છે ટ્રેલર રસ્તા ઉપર પડયું છે જયારે ગાડી બળીને ખાખ થઇ ગઇ છે જોરાવરનગર પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી રહી છે.

(11:39 am IST)