Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વાદળા છવાતા ચિંતાના વાદળો વિખેરાયા : અષાઢી બીજનું વાવણીનું મુહૂર્ત સચવાશે કે કેમ ?

રાત્રે ચોટીલામાં ૧ ઇંચ : સવારે માંગરોળ-મોરબીમાં ઝાપટા

ગઇકાલે અમરેલી, સાવરકુંડલા, કોટડાસાંગાણી લીલીયા-ખાંભા પંથકમાં ઝાપટાથી ર ઇંચ વરસાદ વરસ્યા બાદ સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધૂપ-છાંવ

રાજકોટ, તા. ૧૦ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ગઇકાલથી ફરી પાછું વરસાદી વાતાવરણ છવાતા લોકોના હૈયે ટાઢક વળી છે.

ગઇકાલથી વાતાવરણમાં પલ્ટો આવતા અને વરસાદી વાદળા છવાતા ચિ઼તાના વાદળો વિખેરાય છે અને લોકોને સાર્વત્રિક વરસાદની આશા જાગી છે.

સોમવારે અષાઢી બીજ છે ત્યારે ભારે વરસાદ સાથે અષાઢી બીજનું વાવણીનું મુહૂર્ત સચવાશે કે કેમ ? તે તરફ સૌની નજર છે.

ગઇકાલે રાત્રે સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલામાં ૧ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે સવારે માંગરોળ, મોરબીમાં ઝાપટા વરસ્યા હતા.

ગઇકાલે સાંજે અમરેલી, સાવરકુંડલા, કોટાસાંગાણી, લીલીયા, ખાંભા પંથકમાં ઝાપટાથી ર ઇંચ વરસાદ વરસ્યા બાદ સવારથી ધુપ-છાંવનો માહોલ છે.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા : શહેર અને પંથકમાં છેલ્લા દસેક દિવસ સુધી અસહ્ય બફારો અને ઉકળાટ રહેતા હોય લોકો ત્રાહીમામ પોકારી રહ્યા હતા અને બફારામાંથી છુટકારા માટે વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા હતા ત્યારે ગઇકાલે સાંજે પાંચ વાગ્યે શહેર ઉપર એકાએકા વાદળો ધસી આવ્યા હતા અને જોરદાર વરસાદ વરસવો ચાલુ થયો હતો જે સતત અઢી કલાક સુધી વરસતા ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી હતી અને વાતારણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩પ મહતમ ર૮.પ લઘુતમ પ૪ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩.પ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી. ર૪ કલાકમાં કાલાવડ તાલુકાના નિકાવામાં ૧પ મી.મી. અને મોટાવડાળામાં પ મી.મી. વરસાદ પડયો હતો.

છેલ્લા ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

અમરેલી

અમરેલી       પ૪ મી.મી.

ખાંભા          ર૦ મી.મી.

બાબરા        ૪  મી.મી.

રાજુલા         ૩  મી.મી.

લાઠી          ૬  મી.મી.

લીલીયા       ર૭ મી.મી.

સાવરકુંડલા    ર૮ મી.મી.

સુરેન્દ્રનગર

ચોટીલા        રપ મી.મી.

જામનગર

નિકાવા        ૧પમી.મી.

મોટા વડાળા   પ  મી.મી.

મોરબી

મોરબી         ૯ મી.મી.

કોટડાસાંગાણી પ મી.મી.

જુનાગઢ

માંગરોળ       ૩ મી.મી.

(12:57 pm IST)