Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ટંકારાના દયાલમુનિ આર્યને સાહિત્ય ગૌરવ સન્માન એવોર્ડ અર્પણ પ્રો. દયાળ મુનિ દ્વારા આર્યસમાજને રૂ. ૫ લાખ અર્પણ

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા. ૧૦: સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા માનનિય રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષતામાં દયાલમુનિ આર્ય એટલે કે દયાલજીભાઈ માવજીભાઈ પરમારને સાહિત્ય ગૌરવ સન્માન એવોર્ડ અર્પણ કરવામાં આવેલ.

આ કાર્યક્રમની શુભ શરૂઆત આર્ય સમાજના આર્યવીરઓ દ્વારા યજ્ઞથી કરવામાં આવી હતી .

આ કાર્યક્રમ માં સંસ્કૃત અકાદમીના પ્રમુખ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા . અકાદમીના ડો. હિંમતભાઈ ભાલોડીયા, પશ્ચિમ વિભાગના આરએસએસના સંઘ સંચાલક ડોકટર ભાડેશીયા,  ટંકારા ઉપદેશક મહાવિદ્યાલયના આચાર્યશ્રી રામદેવજી શાસ્ત્રી, ઉપસ્થિત રહેલ.

ડો. હિંમતભાઈ ભાલોડિયા દ્વારા સ્વાગત પ્રવચન કરાયેલ. સંસ્કૃત સાહિત્ય અકાદમી ના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રો. દયાલ મુનિ ને અર્પણ કરાયેલ. સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા રૂપિયા એક લાખ તથા માનનીય રાજયપાલ શ્રી દ્વારા દ્વારા રૂપિયા બે લાખ પુરસ્કાર અપાયેલ.

રાજયપાલશ્રી દ્વારા ઓનલાઇન ઉદબોધન કરાયેલ. જે સર્વે એ નિહાએલ.

દયાળજીભાઈ આર્ય નાનપણથી આર્ય સમાજના રંગે રંગાયેલ છે. મહર્ષિ દયાનંદ ના વિચારો ના પ્રસાર અને તેમના કાર્યો આગળ વધાવવા પોતાનું જીવન આર્ય સમાજ ને અર્પણ કરેલ છે.

પ્રો. દયાળ મુનિ એ ૭૦ વર્ષની વયે ચાર વેદોના ગુજરાતીમાં અનુવાદનું કાર્ય શરૂ કરેલ. જે સતત આઠ વર્ષ ની જહેમત થી પૂરું કરેલ. આ ઉપરાંત અનેક ગ્રંથો લખેલ .આયુર્વેદ ઉપર લખેલ ગ્રંથો હાલમાં આયુર્વેદિક કોલેજમાં ભણાવાય છે.

મહાભારતથી મહર્ષિ દયાનંદ ,સત્યાર્થ પ્રકાશની તે ધારા,દયાનંદ જીવની વિગેરે પુસ્તકો પણ ગુજરાતી ભાષામાં લખેલ છે.

તેઓને આર્ય આર્યુવેદ ચુડામણી એવોર્ડ રાજયપાલ શ્રી નવલ કિશોર શર્માના વરદ હસ્તે ૨૦૦૮ મળેલ છે.

૭૫ વર્ષે ઉંમરે વાનપ્રસ્થ સ્વીકારતા પ્રો. દયાળ મુનિ નવું નામ ધારણ કરેલ છે. કાર્યક્રમમાં આર્યવિદ્યાલયવિદ્યાલય ટંકારાના પ્રમુખ શ્રી માવજીભાઈ દલસાણીયા, આર્ય સમાજ ટંકારાના પ્રમુખશ્રી ભગવાનજીભાઈ ભીમાણી, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખના પતિ પ્રભુભાઈ કામરીયા, આર્ય સમાજ ટંકારાના મંત્રીશ્રી દેવકુમાર પડસુંબિયા, આર્ય વિદ્યાલયમના મંત્રી શ્રી મેહુલભાઈ કોરીંગા ઉપરાંત આર્ય સમાજના તમામ પદાધિકારીઓ આર્ય વિદ્યાલયમ ના તમામ પદાધિકારીઓ સાથે સાથે આર્ય મહિલા મંડળની તમામ કાર્યકર મહિલાઓ અને આર્ય વીરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિષ્ણુભાઈ પંડ્યા, ડો. ભાલોડીયા , ડોભાડેશીયા પ્રાસંગિક ઉદબોધન કરેલ.

એવોર્ડ વિજેતા દયાલ મુનીજીએ પોતાના પ્રતિભાવો ખુબ સુંદર રીતે વર્ણવ્યા હતા અને અંતમાં ગુજરાત રાજયના રાજયપાલ શ્રી ડોકટર દેવવ્રત આચાર્ય જી દ્વારા ખૂબ પ્રસન્નતા પૂર્વક જીવન ઉપયોગી સંદેશ પણ આપવામાં આવ્યો હતો અને અંતમાં આભાર વિધિ સંસ્કૃત અકાદમીના કાર્યકર શ્રી ભાવ પ્રકાશ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું આ રીતે આ કાર્યક્રમ પૂર્ણ થયેલ દયાલ મુનિજી ને સન્માન પત્ર ઉપરાંત સંસ્કૃત અકાદમી દ્વારા એક લાખ રૂપિયા અને રાજયપાલ દ્વારા બે લાખ રૂપિયાની ભેટ દયાલ મુનિજીને અર્પણ કરેલી હતી પરંતુ દયાલ મુનિ પોતાની ૮૭ વર્ષની ઉંમર દરમિયાન તેમણે કોઇ પણ સંસ્થા પાસેથી ભેટ સ્વીકારી નથી હંમેશા સંસ્થાઓને દાન આપતા રહ્યા છે તો આજના દિવસે પણ દયાળજીભાઈ એ પોતાને મળેલા ત્રણ લાખ રૂપિયા નો આર્થિક સહયોગ એમાં પોતાના બે લાખ રૂપિયા ઉમેરી કુલ પાંચ લાખ રૂપિયાનું દાન આર્ય સમાજ ત્રણ હાટડી શેરી ટંકારા ને અર્પણ કરેલ છે જે તેમની આ જીવનભર ચાલેલી એક પ્રતિજ્ઞાના ભાગરૂપ હોય

આર્યવિદ્યાલયવિદ્યાલય ટંકારા ના પ્રમુખ શ્રી માવજીભાઈ દલસાણીયા, આર્ય સમાજ ટંકારા ના પ્રમુખશ્રી ભગવાનજીભાઈ ભીમાણી, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ ના પતિ પ્રભુભાઈ કામરીયા, આર્ય સમાજ ટંકારાના મંત્રીશ્રી દેવકુમાર પડસુંબિયા, આર્ય વિદ્યાલયમના મંત્રી શ્રી મેહુલભાઈ કોરીંગા ઉપરાંત આર્ય સમાજના તમામ પદાધિકારીઓ આર્ય વિદ્યાલયમ ના તમામ પદાધિકારીઓ સાથે સાથે આર્ય મહિલા મંડળ ની તમામ કાર્યકર મહિલાઓ અને આર્ય વીરો ઉપસ્થિત રહ્યા હતા.અંતમાં શાંતિ પાઠ સાથે આ આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો.

(1:00 pm IST)