Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પોરબંદરના ખારવાવાડમાં પીવાની પાણીની લાઇનમાં ભળતુ ગટરનું પાણી : કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજુઆત

રજુઆત સમયે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર નહોતા : પાણી પુરવઠાના ઇન્ચાર્જ આવેદન સ્વીકારીને પ્રશ્ન હલ કરવા ખાતરી આપી

પોરબંદર, તા. ૧૦ :  ખારવાવાડ વિસ્તારમાંં ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણીમાં ભળી રહ્યા છે. લોકોની આ હાલકી દૂર થાય તે માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરો આવેદન પત્ર રજુ કરવા માટે પોરબંદર-છાંયા સંયુકત નગરપાલિકામાં ગયા, પરંતુ નગરપાલિકામાં ચીફ ઓફિસર હાજર ન હતા, અને નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ પોલીસને આગળ રાખી અને એવું દબાણ કરવામં આવ્યું કે તમે આ આવેદનપત્ર આપીને જતા રહો.

ખારવાવાડ વિસ્તારની જે બહેનો ભારતીબેન ગોહેલ, હંસાબેન તુંબડીયા, ભાનુબેન જુંગી અને રતનબેન સહિતની જે બહેનો હતી તેણે મક્કમતા પૂર્વક કીધું કે અમે પાણી વેરો ભરીએ છે. એના પેટે અમે પીવાનું શુદ્ધ પાણીની માંગ કરી છે. અત્યારે જે ભૂગર્ભ ગટરના પાણી છે તે પીવાના પાણીમાં ભળી ગયા છે એને કારણે દુર્ગંધ મારતું પાણી ઢોર પણ ના પી શકે નહીં એવું પાણી આવી રહ્યું છે અને રજુઆત સમયે પોલીસ સાથે બહેનોએ તથા જીવનભાઇ જુંગી અને રામદેવભાઇ ભાઇ મોઢવાડીયાએ ઉગ્ર બોલાચાલી કરી હતી.

પાણી પુરવઠાના જે ઇન્ચાર્જ હતા ગોરસિયાભાઇને આવ્યા તેમને આવેદનપત્ર આપ્યું. તેમણે જણાવ્યું અને ખાતરી આપી કે તમારી સાથે ખારવાવાડ વિસ્તારમાં એક પાણી પુરવઠાની ટીમ મોકલશે અને એ સમસ્યા દૂર કરવામાં આવશે અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. ઉગ્ર રજુઆત કરતા પોલીસ દ્વારા જીવનભાઇ જુંગી, હરીશભાઇ મોતીવરસ, નગરપાલિકાના સભ્ય ભાનુબેન જુંગી, હંસાબેન તુંબડીયા, ભારતીબેન ગોહેલ, મેરૂભાઇ સિંધલ, રામભાઇ આગઠ સહિતના કાર્યકરોની અટકાયત કરી હતી અને આ રજુઆત સમયે રામભાઇ આગઠ, મેરૂભાઇ સિંધલ, ભરતભાઇ ઓડેદરા, પ્રતાપભાઇ ઓડેદરા, જીવનભાઇ જુંગી, પવનભાઇ કોડીયાતર, લાખણશીભાઇ ગોરાણીયા, જનકભાઇ ગોસ્વામી, મનોજભાઇ મકવાણા, હેરીભાઇ કોટિચા, હરદાસભાઇ ઓડેદરા, દિલાવરભાઇ જોખિયા, રામદેવભાઇ અને ખારવાવાડ વિસ્તારના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

(1:03 pm IST)