Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

અમરેલી : શાંતાબા મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ ડોકટર્સ-ડેના ઇન્ફલેમ મેગેઝીન પ્રકાશીત કરી ગૌરવ વધાર્યુ

અમરેલી : અમરેલીની શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ સિવિલ હોસ્પિટલ દ્વારા ડોકટર્સ-ડે ઉજવણીના ભાગરૂપે શાંતાબા મેડીકલ કોલેજની બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ.આલિશા દ્વારા તૈયાર કરાયેલ ઇન્ફલેમ મેગેઝીન વિમોચન સમારોહ સાંસદ નારણભાઇ કાછડીયાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાના ઉદઘાટક પદે યોજાયો હતો. આ તકે મુખ્ય મહેમાન તથા વકતાપદે તબીબ તથા ઇન્ડીયન રેડક્રોસ બ્લડ બેંકના પ્રમુખ ડો.ભરતભાઇ કાનાબાર તથા અતિથિ વિશેષપદે સુપ્રિ. ડો.હરેશવાળા, ડો.શોભનાબેન મહેતા, ડીએચઓ પટેલ, ડો.સતાણી, હોસ્પિટલના એમડી પિન્ટુભાઇ ધાનાણી, લાયન્સ મેઇનના ઝેડસી કાંતીભાઇ વઘાસિયા, ધારાશાસ્ત્રી ઉદયનભાઇ ત્રિવેદી, ગિરીશભાઇ દવે, કાળુભાઇ રૈયાણી, એમ.કે.સાવલીયા, ડો.રામાનુજ વિ.એ ઉપસ્થિત રહીને ઇન્ફલેમ મેગેઝીનનું વિમોચન કર્યુ હતુ. આ તકે મેગેઝીન વિમોચન સમારોહના અધ્યક્ષ નારણભાઇ કાછડીયાએ આરોગ્ય વિભાગમાં શાંતાબા મેડીકલ કોલેજના છાત્રો આવનારા દિવસોમાં મહત્વની ભૂમિકા ભજવશેે તેમ જણાવી મેગેઝીન બનાવવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. આ તકે અતિથિ વિશેષ ડો.ભરતભાઇ કાનાબાર, ઉદયનભાઇ ત્રિવેદી વિ.એ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી અભિનંદન આપ્યા હતા. મેડીકલ કોલેજના સ્થાપક પ્રમુખ કેળવણીકાર વસંતભાઇ ગજેરાએ વિદ્યાર્થીઓમાં પડેલા કલા કૌશલ તથા હુન્નરને ખીલવવા હંમેશા તત્પર રહેવા ખાત્રી આપી તમામને અભિનંદન આપ્યા હતા. સમગ્ર સમારોહનું સંચાલન હરેશભાઇ બાવીશીએ કર્યુ હતુ.

(1:11 pm IST)