Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

તાલાલા ગીર-જાફરાબાદ પંથકમાં દોઢ ઈંચઃ માળીયાહાટીના-કેશોદ-કોડીનાર-ખંભાળીયામાં અડધો ઈંચઃ બામણાસા ઘેડમાં ધોધમાર

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે - ધીમે ચોમાસુ જામવાના એંધાણઃ બફારો યથાવત

ખંભાળીયાઃ ખંભાળીયામાં વરસાદના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે (તસ્વીરઃ કૌશલ સવજાણી-ખંભાળીયા)

રાજકોટ, તા. ૧૧ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામતા સાર્વત્રિત વરસાદની લોકોને આશા બંધાઇ છે. 

ત્યારે આજે ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો.

જયારે ''અકિલા'' લાઇવ ફેસબુક શ્રોતા કાનાભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે, અમરેલી જીલ્લાનાં જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં ર ઇંચ વરસાદ પડયો હતો.

જયારે હસુભાઇ દલે જણાવ્યું હતું કે માળીયાહાટીનાના ભંડેરીમાં ધીમીધારે વરસાદ પડયો છે. ગીર સોમનાથ જીલ્લામાં પણ વરસાદ પડયાનું રમેશભાઇ ભટ્ટીએ  જણાવ્યું છે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરે ધીમીધારે વરસાદનું આગમન થતા વધુ વરસાદની આશા બંધાઇ છે આજે અડધો ઇંચ વરસાદ પડયો હતો.

જુનાગઢ જીલ્લાના જુથળમાં ધોધમાર વરસાદ પડયાનું મીતભાઇ પટેલે જણાવ્યુ હતું પ્રકાશભાઇ લાડાણીએ જણાવ્યું છે કે માળીયા હાટીનામાં ધીમીધારે વરસાદ પડયો છે.

ધર્મેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યુ છે કે, ગઇકાલે લોધીકાના નગરપીપળીયામાં ધોધમાર વરસાદ પડયો હતો. જયારે મોટાવડામાં પણ ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યાનું ભરતભાઇ પટેલે જણાવ્યું છે.

પોરબંદર

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધાબડીયુ વાતાવરણ છવાયેલ છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢ જીલ્લાના કેશોદ અને માળીયા હાટીનામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે વંથલીમાં ઝાપટા વરસ્યા છે.

આજે સવારથી બપોરના ર વાગ્યા સુધીમાં ગીર સોમનાથ જીલ્લાના  કોડીનારમાં અડધો ઇંચ વરસાદ પડયો છે જયારે ઉના અને સુત્રાપાડામાં ઝાપટા પડયા છે.

જામનગર જીલ્લાના જોડીયામાં ઝાપટા પડયા છે.

આહિર મશરી કરાંગીયાએ જણાવ્યું હતું કે, બામણશા ઘેડ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.

ભરતભાઇ માઢકે જણાવ્યું છે  કે, દિવમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

(3:38 pm IST)