Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

કેશોદમાં મેઘરાજાની પધરામણીઃ પોણો ઈંચ વરસાદ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા. ૧૦ :. કેશોદમાં ચાતકડોળે રાહ જોવડાવ્યા બાદ આજે મેઘરાજાની પધરામણી થતા ચોમાસાની શરૂઆત થયાનો લોકોમાં અહેસાસ થયેલ છે. કેશોદ વિસ્તારમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ આજે બપોરે સાડા બાર કલાકની આસપાસ મેઘરાજાનું એકાએક આગમન થતા અડધા કલાકમાં પોણો ઈંચ જેવો વરસાદ પડી જતા ખેતરમાં ઉભા પાકને જીવતદાન મળતા ધરતીપુત્રોમાં કાચુ સોનુ વરસ્યા જેવો અહેસાસ થયેલ છે. વાવાઝોડા બાદ શહેરમાં સિઝનનો પ્રથમ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગયેલ છે. વાદળછાયુ વાતાવરણ જોતા વધુ વરસાદ પડવાની શકયતા જોવાઈ રહેલ છે.

(3:56 pm IST)