Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ધોરાજીમાં ૨ કલાકમાં ૨ ઈંચઃ માણાવદર-માળીયાહાટીનામાં દોઢઃ મહુવામાં ૧ ઈંચ

ભાણવડ અને માંગરોળમાં અડધો ઈંચઃ ધીમે ધીમે જામતો વરસાદી માહોલઃ રાજકોટમાં જોરદાર ઝાપટુ વરસ્યું

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે ધીમે ચોમાસુ જામી જાય તેવુ વાતાવરણ સર્જાય રહ્યુ છે. ગઈકાલથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને આજે પણ વરસાદી માહોલ સાથે અનેક જગ્યાએ ઝાપટાથી ૨ ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે બપોરના ૨ થી ૪ દરમિયાન ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ પડયો છે. જ્યારે ઉપલેટા અને રાજકોટ શહેરમાં ઝાપટા વરસ્યા છે. રાજકોટ શહેરમાં બપોરે ૩ વાગ્યા બાદ વાદળા છવાઈ ગયા હતા અને થોડીવાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદ કંટ્રોલ રૂમમાં ૪ મી.મી. નોંધાયો હતો. જો કે એકાદ કલાક બાદ તડકો નિકળ્યો હતો.

જૂનાગઢના પ્રતિનિધિ વિનુ જોશીના અહેવાલમાં જણાવાયુ છે કે જૂનાગઢ જિલ્લાના માણાવદર અને માળીયાહાટીનામા દોઢ ઈંચ વરસાદ બે કલાકમાં વરસ્યો છે. જ્યારે માંગરોળમાં અડધો ઈંચ પડયો હતો. જૂનાગઢ શહેરમાં ઝાપટા પડયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો.

જ્યારે ભાવનગર જિલ્લાના મહુવામાં ૧ ઈંચ અને ઉમરાળામાં ઝાપટારૂપે વરસાદ વરસ્યો હતો.

(4:37 pm IST)