Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ધોરાજીમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ અષાઢી બીજ પહેલા ચોમાસાનો પ્રારંભ

સમયસર વરસાદ આવતાં ખેડૂતોમાં આનંદની લાગણી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે એક કલાકમાં બે ઇંચ વરસાદ આવતા અષાઢીબીજના વાવેતર ના મુર્હુત સચવાઈ ગયા હતા તેમજ જે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે તેમને પણ નવું જીવતદાન મળી ગયું હતું
 ધોરાજીમાં શનિવારે બપોરે અચાનક ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી થતા એક કલાકમાં ૫૦ મિમી એટલે બે ઇંચ વરસાદ પડી ગયો હતો આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળ્યા હતા તેમજ પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ થતાં લોકો પણ વરસાદી માહોલમાં નાહવા પણ નીકળ્યા હતા અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી
  આ સાથે અગાઉ પડેલા વરસાદને કારણે અનેક ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું પરંતુ વરસાદ ખેંચાતા તેઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા જે આજે એક સાથે એક કલાકમાં બે ઇંચ વરસાદ આવતા ખેડૂતોમાં રાહત જોવા મળી હતી તેમજ જે લોકો એ વાવેતર નથી કર્યું તેમને પણ અષાઢી બીજ નું મુર્હુત સચવાઈ ગયું છે અને વિધિવત રીતે કાયદેસરના ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હોય એવું હવામાન ખાતુ પણ જણાવી રહ્યું છે

(6:11 pm IST)