Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને ગારિયાધાર પંથકમાં એક-એક ઇંચ વરસાદ : સિહોર અને પાલીતાણામાં છુટોછવાયો વરસાદ વરસ્યો : મેઘરાજાની પુન : પધરામણીથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર અને ગારિયાધાર પંથકમાં એક-એક ઇંચ વરસાદ જયારે સિહોર અને પાલીતાણામાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ મેઘરાજાની પુન : પધરામણીથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ છે

 ગોહિલવાડમાં લાંબા સમય બાદ મેઘરાજાની પુન : પધરામણી થઇ છે સાંજના છ વાગ્યા સુધીમાં ગારીયાધારમાં 20 મિમિ, અને પાલીતાણામાં 5 મિમિ, વલ્લભીપુરમાં 26 મિમિ,અને સિહોરમાં 7 મિમિ વરસાદ વરસ્યો છે જોકે સિહોરના ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ પડ્યો છે

(6:41 pm IST)