Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન દેવ મંદિરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હરિપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી, વિવેકસાગરદાસજી સ્વામી સહિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ : શનિવારે આઠ કિલોના સોના સુવર્ણ વાઘા સાથે કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા

કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે નૂતન ભોજનાલય અતિ આધુનિક ટેકનોલોજીથી બનાવાશે : ડી. કે. સ્વામી

વાંકાનેર : સાળગપુરધામ ના  કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિરે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તજનો પધાર્યા અને દાદા ના દર્શન , મહા આરતી , મહા પ્રસાદ નો લાભ લીધો શનિવાર ના રોજ દાદા ને આઠ કિલો ના સોનાના સુર્વણ વાંધા નો ભવ્ય શણગાર દર્શન કરવામાં આવેલ હતો , જૅ દાદા ના સુર્વણ શણગાર આશરે સાડા છ કરોડ ના ખર્ચે બનાવવામાં આવેલ છે ,,, તેમજ  કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  કષ્ટભંજનદેવ નૂતન ભોજનાલય અતિ આધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે , જૅ આશરે વિસ કરોડ ના ખર્ચે નૂતન ભોજનાલય બનાવવામાં આવશે તેમ  સ્વામી ડી , કે , સ્વામીજીએ જણાવેલ છે,,

આજે  કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર , સાળગપુરધામ ખાતે મંદિર ના પટાંગણમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ શાસ્ત્રીજી હરીપ્રકાશદાસજી સ્વામીજી , કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીજી ,, સ્વામી ડી , કે , સ્વામીજી , સંત પૂજ્ય નૌતમ સ્વામી , ગઢપુર મંદિર , ચેરમેન  હરીજીવનદાસજી તથા મહાનુભાવોએ મંદિર ના પટાંગણ માં " વૃક્ષારોપણ " કરેલ હતું જૅ યાદી સાળગપુર મંદિર ના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીજી , તેમજ શાસ્ત્રીજી હરીપ્રકાશદાસજી સ્વામીજી , સ્વામી ડી , કે , સ્વામીજીની યાદીમાં જણાવાયું છે

(7:48 pm IST)