Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાષ્ટ્રીય લોકઅદાલતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ન્યાયાલયઓ દ્વારા એક જ દિવસ માં 2911 કેસનો સમાધાન દ્વારા નિકાલ

ખંભાળીયા :રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તેમજ અમદાવાદ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની સુચના અને માર્ગદર્શન મુજબ શનિવારે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાંથી કુલ 3959 કેસો લોક અદાલતમાં મુકાયા હતા જેમાંથી 2911 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

અા જિલ્લાની લોક અદાલત જિલ્લાના મુખ્ય ન્યાયધિશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,દેવભૂમિ દ્વારકાના શ્રી એમ. એ. કડીવાલા ની રાહબરી હેઠળ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે યોજવામાં અાવી હતી. જિલ્લાની તમામ અદાલતો દ્રારા કુલ 3959 કેસો મુકવામાં અાવ્યા હતા. જેમાંથી 2911 કેસોનો લોક અદાલતમાં નિકાલ થયો હતો
અા લોક અદાલતના અાયોજનમાં પક્ષકારો તરફથી સારો સહકાર અાપવામાં અાવ્યો હતો. અા ઉપરાંત રાષ્ટ્રીય લોક અદાલતને સફળ બનાવવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયધિશઅો,  દેવભૂમિ દ્વારકા નાં તમામ બાર અેસોસીઅેશનના હોદેદારો, સિનિયર તથા જુનિયર ધારાશાસ્ત્રીઅો,દેવભૂમિ દ્વારકા નાં કલેકટર અને જિલ્લાના પોલીસ વડા, સરકારી અને અર્ધ સરકારી વિવિધ કચેરીઅો તેમજ અદાલતના કર્મચારીઅોના સહકારથી અેકજ દિવસમાં 2,911 કેસોનો નિકાલ લાવી શકાયો તે બદલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દેવભૂમિ દ્વારકા નાં સચિવ ડી.જે.પરમાર તમામનો અાભાર વ્યક્ત કર્યો હતો તેવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની યાદીમાં જણાવાયું છે.

(8:59 pm IST)