Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

યુવક ઉપરના હુમલાના વિરોધમાં ગોંડલનું મોવિયા ગામ સતત બીજા દિવસે સ્વયંભુ બંધ

આરોપીઓને ઝડપી લઇને કડક સજા કરવા ગ્રામજનોની માંગ

ગોંડલ : તસ્વીરમાં આજે સતત બીજા દિવસે મોવિયા બંધ રહ્યુ તે નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય - જયસ્વાલ ન્યુઝ દ્વારા) ગોંડલ તા. ૧૦ :.. ગોંડલના મોવિયામાં સુરેશ પરસોતમભાઇ ભલાળા ઉપર ૮ શખ્સોના હુમલાના વિરોધમાં આજે મોવિયા ગામ સતત બીજા દિવસે બંધ રહ્યું છે.

ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા સુરેશભાઈ પરસોત્ત્।મભાઈ ભલાળા દ્વારા પોતાની ઘોઘાવદર જતા રસ્તા પર વારસાઈ જમીન આવેલી હોય અને ત્યાં વ્યાપક પ્રમાણમાં દબાણો થયેલું હોય તે દૂર કરવા ગ્રામપંચાયતમાં રજૂઆત કરવામાં આવી હોય જેનો ખાર રાખી રાજુ હેમુભાઈ ઝાપડા, ભરત જીલુભા ટારીયા, જસા પાંચાભાઇ ટારીયા, ગોબર દેવશીભાઇ લાંબરીયા, લાલજી બટુકભાઈ ટોટા, મેરુ મૂળજીભાઈ ઝાપડા, અજય ગાડુ ભાઈ ઝાપડા અને મૈસુર બધાભાઈ ઝાપડા દ્વારા લોખંડની કુંડલી વાડી લાકડીઓ થી જીવલેણ હુમલો કરાતા ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા જયાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૧૪૩ ૧૪૪ ૧૪૭ ૧૪૮ ૧૪૯ ૩૨૪ ૩૨૫ ૩૨૬ ૩૫૨ ૨૯૪ ૫૦૬ ૨ તેમજ જી પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

એક સપ્તાહ પહેલાં પણ યુવાનો વચ્ચે તણખલા જરીયા હોય બાદમાં બંને એક જ્ઞાતિના તેમજ ગામના આગેવાનો દ્વારા સમાધાન કરવામાં આવ્યું હતું તેમ છતા પણ ફરીથી યુવાન પર હુમલો થતા ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા જેના પરિણામે બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ મોવિયા ગામ સજ્જડ બંધ રહેનાર છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો બંધના પગલે મોવિયાની બજારો સૂમસામ ભાસી રહી હતી મેડિકલ સ્ટોર અને બેંક સિવાય તમામ દુકાનો બંધ રહેવા પામી હતી ગ્રામજનો દ્વારા આરોપીઓ વિરુદ્ઘ સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.  મોવીયા ગામની સમગ્ર જનતાને મોવિયાના સરપંચ વાઘજીભાઇ પડાળીયાએ અપીલ કરી છે કે મોવીયા ગામની અંદર સામાન્ય બાબતમાં બે જ્ઞાતી વચ્ચે સંઘર્ષ ઉભો થતા મોવીયા ગામની સાણી અને સમજુ પ્રજાએ આ બાબતે રાજકીય સ્વરૂપ ન આપવા તેમજ ગુંડાગીરીને પણ સાખી લેવાશે નહી તેમ જણાવ્યું છે. 

(11:08 am IST)