Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

મોરબીમાં રવાપર રેસીડેન્સી નજીક દુકાનમાં ચોરી કરનારા ઝડપાયા

મોરબી,તા.૧૦: રવાપર ધુનડા રોડ પર આવેલ રવાપર રેસીડેન્સી નજીક આવેલ પટેલ મોબાઈલ, ક્રિષ્ના પાન અને કરીયાણાની દુકાનમાંથી રોકડ અને મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ ચોરી થયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી જે મામલે મોરબી જીલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સજંયભાઈ પટેલ, રજનીકાંતભાઈ કૈલા, અશોકસિંહ ચુડાસમાને બાતમી મામેલ કે રવાપર રેસીડેન્સી નજીક ત્રણ દુકાનમાં ચોરી કરેલ ત્રણ ઇસમો અનિલ ઇન્દરસિંગ ગુલાબસિંગ દેસાઈ, સુનીલ ઇન્દરસિંગ ગુલાબસીંગ દેસાઈ, નીરુ મહેશસિંગ કૂતરસિંગ બામણીયા અને ભ્યાનસિંગ મથુરભાઈ ગણાવા શંકાસ્પદ જણાતા તેની પુછપરછ કરવામાં આવતા ચોરીની કબુલાત આપી હતી અને તેની પાસેથી મોબાઈલ નંગ-૫ કીમત રૂ.૫૦૦૦, સેમસંગ કંપનીના ડેમો મોબાઈલ નંગ-૨ કીમત રૂ.૧૦,૦૦૦, કીબોર્ડ સાથેનું ડેલ કંપનીનું લેપટોપ નંગ-૧ કીમત રૂ.૩૦,૦૦૦ અને એલઈડી ટીવી કીમત રૂ.૧૦,૦૦૦ તથા રોકડ રકમ ૬૦૧૫ એમ કુલ મુદામાલ કીમત રૂ.૬૧,૦૧૫ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:42 am IST)
  • ક્રિકેટ જગતના પિતામહ રણજીતસિંહનો આજે જન્મદિવસ : 10 સપ્ટે. 1872 ના રોજ જન્મ થયો હતો : તેમના નામે દેશમાં રણજી ટ્રોફી રમાય છે.અકસ્માતે એક આંખ ગુમાવતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી access_time 11:45 am IST

  • રિપબ્લિક TVના ૩ કર્મચારીને પોલીસે પકડયાઃ CMના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા : રિપબ્લિક મીડિયા ગ્રુપે કહ્યું કેઃ ભારતીય લોકતંત્રના અનુચ્છેદ ૧૯(ડી) હેઠળ દરેક વ્યકિતને ભારતમાં સ્વતંત્ર રીતે પણ ફરવાનો અધિકાર છે access_time 4:14 pm IST

  • ગાંગુલી યુએઇ જવા માટે રવાના : આઇપીએલ ર૦ર૦ ટુર્નામેન્ટની તૈયારીઓનું નિરીક્ષણ કરવા BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી યુ.એ.ઇ.જવા રવાના થયા ત્યારે ઈન્સ્ટ્રાગ્રામમાં ફોટા શેર કર્યા છે. access_time 6:17 pm IST