Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

પાળીયાદના બાબરકોટના જયરાજ ખાચરની હત્યા કરનારા ત્રણેયના કોરોના ટેસ્ટ બાદ રીમાન્ડની તજવીજ

વિંછીયા પોલીસ ટીમે ધરપકડ કર્યા બાદ તપાસનો ધમધમાટ

આટકોટ : પ્રથમ તસ્વીરમાં ઝડપાયેલા ત્રણેય આરોપી તથા પોલીસ ટીમ તથા બીજી તસ્વીરમાં જે કારમાં હત્યા થઇ તે નજરે પડે છે. (તસ્વીરઃ વિજય વસાણી-આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૦ : જસદણના વિંછીયા નજીકના હિંગોળગઢ-ગુંદાળા રોડ ઉપર પાળીયાદના બાબરકોટના જયરાજ ખાચર (કાઠી દરબાર)ની હત્યા કરનારા  ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા છે.

પોલીસે લાભુ શામળાભાઇ આલ રહે. મોટા પાળીયાદ, તા.જી. બોટાદ, ભીખા શામળાભાઇ આલ, રહે. પાળીયા, તા.જી. બોટદ, લાલા મેઘાભાઇ સાંબડ, રહે. હાલ રાજકોટ આર.ટી.ઓ. પાસે માલધારી સોસા. મૂળ પાળીયાદની ગુન્હામાં વપરાયેલ મારૂતી સ્વીફટ કાર, જેની કિ.રૂ. ૩,૦૦,૦૦૦, મોબાઇલ નંગ-૩ જેની કિ.રૂ. ૧૦પ૦૦, રોકડા રૂ. ૧૪ર૬૦ મળી કુલ રૂ. ૩,ર૪૭૬૦નો મુદામાલ સાથે ધરપકડ કરી છે.

બાબરકોટના જયરાજ મુળુભાઇ ખાચરની હત્યા કરી લાશને અવાવરૂ રસ્તે રોડથી નીચે ફેંકી દઇ ભાગી જઇ ગુન્હો કરી નાશી છૂટેલ હોય જેથી એલ.સી.બી. પો.ઇન્સ. એ.આર. ગોહિલ તથા પો.સ.ઇ. એચ.એમ. રાણા તથા એસ.ઓ.જી. પો.સ.ઇ. હિંગરોજા તથા એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ની ટીમ બનાવી નાશી જનાર આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી કરેલ જેમાં પો. કોન્સ. રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા, પ્રણયભાઇ સાવરીયા તથા એસ.ઓ.જી.ના પો. હેડ કોન્સ. હિતેષભાઇ અગ્રાવત તથા પો.કોન્સ. રણજીતભાઇ ધાધલનાઓને મળેલ બાતમી આધારે તેમજ હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલી સર્વેલન્સ આધારે નાશી જનાર આરોપીઓને ગુન્હામાં વપરાયેલ કાર સાથે આટકોટ પાસે ગોંડલ ચોકડી નજીકથી રોડ પર વોચ ગોઠવી કાર આવતા રોકી લઇ નીચે મુજબના ત્રણેય આરોપીઓને ઝડપી પાડેલ છે.

પૂછપરછ દરમ્યાન આ ત્રણેય આરોપીઓએ ભેગા મળી મરણજનાર પાસેથી પૈસા લીધેલ હોય જે બાબતે અગાઉ ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી મરણજનારને પાળીયાદથી ગાડીમાં બેસાડી ચાલુ ગાડીએ મરણજનાર ગાડીની આગલી સીટમાં બેઠો હોય પાછળની શીટમાં બેસેલ આરોપી લાભુ શામળાભાઇ આલએ દોરડાથી ગળેટુંપો દઇ ખૂન કરી નાંખી સાથેના આરોપીઓએ મદદગારી કરી હતી.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંઘ તથા ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, એએસપીના આદેશથી એલ.સી.બી. પો.ઇન્સ. એ.આર. ગોહિલ, પો.સ.ઇ. અચ.એમ. રાણા, એસ.ઓ.જી. પો.સ.ઇ. એમ.ડી. હિંગરોજા તથા એલ.સી.બી.ના એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા, હેડ કોન્સ. મહેશભાઇ જાની, સંજયભાઇ પરમાર, શકિતસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા તથા પો.કોન્સ. રહીમભાઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, દિવ્યેશભાઇ સુવા, નીલેશભાઇ ડાંગર, રસિકભાઇ જમોડ, મેહુલભાઇ બારોટ, ભાવેશભાઇ મકવાણા તથા એસ.અઓ.જી.ના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કોન્સ. હિતેષભાઇ અગ્રાવત, જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, પો. કોન્સ. રણજીતભાઇ ધાધલ, એલ.સી.બી. ડ્રાઇવર એ.એસ.આઇ. અમુભાઇ વિરડા, એસ.ઓ.જી. ડ્રા. પો.કોન્સ. દીલીપસિંહ જાડેજા સહિતનાએ કામગીરી કરી હતી.

(11:44 am IST)
  • કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશભરના શિક્ષકો સાથે કરશે વાત : રાષ્ટ્રીય શિક્ષણ પોલિસી-2020 અંતર્ગત શિક્ષકો સાથે વાતચીત કરશે : શિક્ષણ મંત્રાલય મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ અને તમામ જવાબદાર લોકો સુધી પહોંચાડવા માટે શિક્ષણ પર્વનું આયોજન કરી રાખ્યું છે access_time 11:18 pm IST

  • લાગ્યું હતું કે હું મારા બોલિંગ રન-અપ ભૂલી ગયો છું : ચહલ : યુઝુવેન્દ્ર ચહલ ટિકટોક સ્ટાર બની ગયો હતો : લોકડાઉન, દરમિયાન પણ યુઝવેન્દ્ર ચહલ ઘણો વ્યસ્ત રહ્યો હતો અને સોશિયલ મીડિયા પર ખુબ એકિટવ હતો access_time 3:00 pm IST

  • ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ : સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને વિખેરી નખાયું : ત્યાંની સ્થાનિક ઓલમ્પિક બોડીને ક્રિકેટ બોર્ડને વિખેરી નાખીને પોતાના હસ્તક લીધું :સાઉથ આફ્રિકા આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર થઇ શકે access_time 12:52 am IST