Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ધોરાજી હોસ્પિટલની મુલાકાતે રાજકોટ જિલ્લા આરોગ્ય ટીમે સર્વે કર્યો

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ અને માર્કેટીંગ યાર્ડની રજૂઆતને ધ્યાનમાં રાખી કોવિડ સેન્ટરની કાર્યવાહી આગળ વધી

ધોરાજી તા. ૧૦ : ધોરાજીમાં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને ૬૮૭ કેસ કરોના પોઝિટિવ નોંધાઈ ચુકયા છે આવા સમયે ધોરાજી ને વિનામૂલ્યે સારવાર મળે એ પ્રકારનું કોવિડ સેન્ટર ધોરાજી સરકારી હોસ્પિટલમાં પ્રાપ્ત થાય તે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા, કિશોરભાઈ રાઠોડ, કરસનભાઈ માવાણી, રમેશભાઈ શિરોયા, જયંતિભાઈ પાનસુરીયા, બીપીનભાઈ મકવાણા વિગેરે આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી અને ડિરેકટર દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું જે અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી રાજકોટ જિલ્લા આરોગ્ય ટીમ ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સર્વે કરવા આવેલ.

આ તકે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો જયેશ વસેટીયન એ ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ તેમજ વિવિધ સંસ્થાઓના અગ્રણીઓનો પણ ધોરાજીના હિત માટે રજૂઆત કરેલ તે બાબતે આભાર માન્યો હતો અને ધોરાજીને ૯૯% ટકા કોવિડ સેન્ટર મળશે તેઓ વિશ્વાસ વ્યકત કર્યો હતો.

(11:45 am IST)