Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જસદણ નાગરિક બેંકના સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : બેંક બે દિવસ બંધ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૧૦ : રાજકોટ નાગરિક સહકારી બેંક જસદણ શાખાના ચેરમેન, મેનેજર અન્ય સ્ટાફ સહિત કુલ ત્રણ વ્યકિતને ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકોટ નાગરિક સહકારી બેંક જસદણ શાખા તારીખ ૧૦ અને તારીખ ૧૧ એમ બે દિવસ માટે બંધ રાખવામાં આવી છે. જયારે શનિ અને રવિવારની રજા હોવાથી નાગરિક બેંક જસદણ શાખા સીધી જ સોમવારે ખુલશે.

જયારે એકિસસ બેન્કની જસદણ શાખા પણ ગઈકાલે સ્ટાફમાં કોરોના રિપોર્ટને પગલે બંધ રહી હતી. આ ઉપરાંત આઈસીઆઆઇ બેંકના સ્ટાફને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો.

(11:46 am IST)