Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

અમદાવાદ સિવિલ હોસ્પીટલના ડોકટરની ટીમે મોરબી હોસ્પિટલની મુલાકાત લીધી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૦ : ઼મોરબી જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વધુ સઘન સારવાર થાય તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટીમે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની ક્ષતિઓ દૂર કરવા જરૂરી સૂચનો આપ્યા હતા.મોરબી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં કેટલીક ક્ષતિઓનો સુધારો કરવાની મોરબી સિવિલના અધિક્ષક ડો. દુધરેજિયાને સૂચના આપી હતી.જેમ કે કોરોનાની ફલૂ ઓપીડી બહાર જૂની હોસ્પિટલમાં છે એને કોરોનાનો વોર્ડના બિલ્ડિંગમાં રાખવાનો સૂચનો કર્યા હતા. આ ઉપરાંત કોરોની ફલૂ ઓપીડી કરતા ડોકટરો અને સ્ટાફ પીપી કીટ પહેર્યા વગર જ સારવાર કરતા હોવાનું જાણવા મળ્યા બાદ આ અંગે પણ સાવધાની રાખવા અને બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં ઓપીડીની વ્યવસ્થા કરવા અને કોરોનાના દર્દીઓ તથા જનરલ દર્દીઓ માટે અલગ અલગ એન્ટ્રી રાખવા, બધા માટે એક રસ્તો હોય આથી સ્ટાફ માટે અલગ રસ્તો રાખવા, દર્દીના સગાને કોરોના વોર્ડથી દૂર રાખવા અને બહારથી વાતચીત કરી શકે તેવી વ્યવસ્થા કરવી, દર્દીઓને જમવાનું હોસ્પિટલમાંથી આપવા તથા તમામ પ્રકારની સુવિધાઓ આપવાની અમદાવાદ સિવિલના ડોકટરોએ સૂચના આપી હતી. આ ટીમ સાથે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

(11:48 am IST)