Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

જાણીતી ટ્રાવેલ્સ કંપની પટેલ ટ્રાવેલ્સ સાથે ૧ કરોડની છેતરપિંડી

ગાંધીધામ પોલીસમાં ફરિયાદ, બ્રાન્ચ મેનેજર અને એકાઉન્ટ દ્વારા ગફલો, બુકીંગના રૂપિયા ઓળવાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૦:  ગુજરાતમાં ખાનગી લકઝરી બસના વ્યવસાયમાં અગ્રણી એવી પટેલ ટ્રાવેલ્સ કંપનીએ પોતાની સાથે થયેલી એક કરોડની છેતરપીંડી સંદર્ભે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે. માલિક મેદ્યજી કુંવરજી ખેતાણી વતી વહીવટ સંભાળનાર પાવરદાર મારુફખાન મલિકે ગાંધીધામ પટેલ ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરનાર બ્રાન્ચ મેનેજર ગિરિરાજસિંહ નાથુભા ઝાલા અને એકાઉન્ટ નિરંજન ભલાભાઈ પરમાર સામે ૧ કરોડ અને ૮ લાખ રૂપિયાનો ગફલો કરી તે રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં લીધા હોવાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ટ્રાવેલ્સના નવા નિયુકત કરાયેલા એકાઉન્ટ દ્વારા હાથ ધરાયેલા ઓડિટ દરમ્યાન એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૭ દરમ્યાન આ રકમ ઓળવી જવાઈ હતી. આ બન્ને આરોપીઓએ બુકીંગ એજન્ટોને કમિશન અને અન્ય બુકીંગ દ્વારા ગફલો કર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)
  • રિપબ્લિક TVના ૩ કર્મચારીને પોલીસે પકડયાઃ CMના ઘરમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા : રિપબ્લિક મીડિયા ગ્રુપે કહ્યું કેઃ ભારતીય લોકતંત્રના અનુચ્છેદ ૧૯(ડી) હેઠળ દરેક વ્યકિતને ભારતમાં સ્વતંત્ર રીતે પણ ફરવાનો અધિકાર છે access_time 4:14 pm IST

  • ક્રિકેટ જગતના પિતામહ રણજીતસિંહનો આજે જન્મદિવસ : 10 સપ્ટે. 1872 ના રોજ જન્મ થયો હતો : તેમના નામે દેશમાં રણજી ટ્રોફી રમાય છે.અકસ્માતે એક આંખ ગુમાવતા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી access_time 11:45 am IST

  • કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશભરના શિક્ષકો સાથે કરશે વાત : રાષ્ટ્રીય શિક્ષણ પોલિસી-2020 અંતર્ગત શિક્ષકો સાથે વાતચીત કરશે : શિક્ષણ મંત્રાલય મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ અને તમામ જવાબદાર લોકો સુધી પહોંચાડવા માટે શિક્ષણ પર્વનું આયોજન કરી રાખ્યું છે access_time 11:18 pm IST