Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ભુજઃ ચાર લાખ ના દારૂ પ્રકરણમાં પાંચ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ : પશ્ચિમ કચ્છ એસ.પી. સૌરભસિંહનો સપાટો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ૧૦: તાજેતરમાં જ પશ્યિમ કચ્છના એસપી તરીકે ચાર્જ સંભાળનાર સૌરભસિંદ્ય દ્વારા એક સામટા પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાતાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

ભૂજ  કેરા ગામ આસપાસના વિસ્તારોમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા કુખ્યાત બુટલેગર અનોપસિંહ અભેસિંહ રાઠોડનો એલસીબીએ ૪ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો.

આ બાબતે કેરા આઉટપોસ્ટના એએસઆઈ ભૂપતસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા અને અન્ય પોલીસ કર્મીઓ નિલેશ પુનમાજી, જુવાનસિંહ નવુભા જાડેજા, મહાવીરસિંહ પથુભા જાડેજા , મહેશ કરસન ચૌધરીને સસ્પેન્ડ કરી દેવાયા છે.

(1:04 pm IST)