Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

એક સપ્તાહથી જુનાગઢ જિલ્લામાં મેઘાનો બ્રેકઃ સુર્યનો મિજાજ આકરો

તા.૧લી સુધીમા જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ ૧૬૧.૯૮ ટકા

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૦ : એક સપ્તાહથી જુનાગઢ જિલ્લામાં મેઘાએ બ્રેક લગાવી દીધી છે અને સાથે સુર્યનો મિજાજ આકરો બન્યો છે.

આ વર્ષે ચોમાસામાં સતાવાર પ્રારંભ અગાઉથી સોરઠ, સૌરાષ્ટ્ર સહિતના મેઘાએ વરસાદનું શરૂ કરેલ અને એક સપ્તાહ અગાઉ સાર્વત્રીક મેઘાએ જાહેર કરી દઇને લીલા લહેર કર્યા છે. જો કે કેટલાંક વિસ્તારોમાં ખાસ કરીને જુનાગઢ જિલ્લાના મોટાભાગના તાલુકામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઇ છે.

ભારેથી અતિભારે વરસાદથી હજુ પણ કેટલાંક ખેતરોમાં પાણી યથાવત રહયા છે અને ખેડુતોને આર્થિક ફટકો પડયો છે. જો કે સરકાર નુકસાન અંગ સર્વ હાથ ધર્યો છે.

જુનાગઢ જિલ્લામાં ગત તા.બીજી સપ્ટેમ્બરથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. આ દરમિયાન જિલ્લામાં ગઇકાલ સુધીની સ્થિતિએ સીઝનનો કુલ વરસાદ ૧૪પ૪૯ મીમી એટલે કે  ૧૬૧.૯૮ ટકા થઇ ચુકયો છેે.

જેમાં સૌથી વધુ ૧૯૦૦ મીમી (૧૮૦.૦૯ ટકા) વરસાદ વિસાવદર તાલુકામાં થયેલ.

જયારે કેશોદમાં ૧૪૪૪ મીમી (૧૭૦.૪૮ ટકા), જુનાગઢ ૧૩૭૪ મીમી (૧૪૪.૪૮ ટકા), ભેંસાણ ૧૩૧૧ મીમી (૧૯૦.ર૮ ટકા) મેંદરડા ૧૪૧ર મીમી (૧પ૧.૧૮ ટકા), માંગરોળ ૧૧૪ર મીમી (૧૩ર.૭૯ ટકા), માણાવદર ૧૪૮૦ મીમી. (૧૮૪.૭૭ ટકા), માળીયા હાટીના ૧૬૧૭ મીમી (૧૬૪ ટકા) અને વંથલી તાલુકામાં અત્યાર સુધી સીઝનનો વરસાદ  ૧૪૯પ મીમી (૧૬૪.૬પ ટકા) નોંધાયો છે.

દરમિયાનમાં વરસાદની બ્રેકની સાથે તાપમાનમાં પણ વધારો થયો છે. મહતમ તાપમાનનો પારો ૩૬ ડીગ્રી આસપાસ રહેતા લોકો પરેશાન થઇ ગયા છે.

(12:46 pm IST)