Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમિતભાઈ શાહ કાલે માતાના મઢ દર્શન કરી ભુજમાં કરશે રાત્રિ રોકાણ

'પરમ દિ' ધોરડોના રણમાં અમિતભાઈ અને વિજયભાઈની ઉપસ્થિતિમાં સરપંચ સંમેલન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૦: ભુજઃ: બુધવાર અને ગુરુવાર એમ બે દિ' માટે કચ્છના પ્રવાસે આવી રહેલા ગૃહમંત્રી અમિતભાઈ શાહનો હજી સુધી સત્ત્।ાવાર કાર્યક્રમ હજી આવ્યો નથી. પણ, આવતીકાલે બુધવારે તેઓ કયાં જશે? કયાં રોકાશે? એ વિશે સતત અટકળો વચ્ચે છેલ્લે મળતી માહિતી મુજબ અમિતભાઈ આવતીકાલે સાંજે ભુજ ખાનગી વિમાનમાં આવી જશે. ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા અમિતભાઈ માતાના મઢ જશે જયાં મા આશાપુરાના દર્શન કરશે.

માતાના મઢ દર્શન કર્યા બાદ અમિતભાઈ ભુજ પરત ફરશે અને ભુજમાં સરકીટ હાઉસ મધ્યે રાત્રિ રોકાણ કરશે. પછી પરમ દિ' ગુરુવારે તેઓ ધોરડો જશે. ધોરડો મધ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાતના ત્રણ સરહદી જીલ્લાઓ બનાસકાંઠા, પાટણ અને કચ્છના ૧૫૦૦ જેટલા સરપંચોનુ સંમેલન યોજાશે. સરહદી વિસ્તાર વિકાસ અંતર્ગત અમિતભાઈ અને વિજયભાઈ સરપંચો સાથે વાર્તાલાપ કરશે.

કચ્છનું ધોરડોના સફેદરણમાં પાણી ભરાયા હોઈ ધોરડો ગામ મધ્યે આ કાર્યક્રમ યોજાશે.

(11:25 am IST)