Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જામનગર : એસ.ટી.ના વિભાગીય નિયામકે કોવિડ-૧૯ના નિયમોનો ભંગ કર્યાની ફરિયાદ

એસ.ટી. વર્કસ યુનિયન, કર્મચારી મંડળ, મઝદુર સંઘે પગલા લેવા માંગ કરી

જામનગર તા. ૧૦ : એસ.ટી. વર્કસ યુનિયન જામનગર, એસટી કર્મચારી મંડળ જામનગર વિભાગ, એસ.ટી. મઝદુર સંઘ, જામનગર વિભાગ દ્વારા ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક, મધ્યસ્થ કચેરી અમદાવાદને એક પત્ર લખી વિભાગીય નિયામક એમ.બી.રાવલ દ્વારા કોવિડ-૧૯ના નિયમોનો ભંગ કરાયાની ફરિયાદ કરી છે.

ત્રણેય મંડળો દ્વારા સંયુકત રીતે લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, જામનગર વિભાગના વિભાગીય નિયામક એમ.બી.રાવલ તા. ૭-૧૧-૨૦૨૦ના રોજ તેઓ પોતે તથા તેમના કુટુંબના સભ્યો કોરોના પોઝિટિવ આવેલ હોવા છતાં તેઓ કોવિડ-૧૯ના સરકારી નિયમોનો ભંગ કરેલ છે.

શ્રી રાવલ, વીની જામનગર તા. ૭-૧૧-૨૦ના રોજ તેઓ પોતે કોરોના પોઝિટિવ આવેલ તેમ છતાં તા. ૮-૧૧-૨૦૨૦ના રોજ જામનગર બસ સ્ટેશન ખાતે મુલાકાત લીધેલ અને જામનગર ડેપો ખાતે ફરજ બજાવતા ડેપો મેનેજર શ્રી ઇશરાની તથા એટીએસ શ્રી જયપાલસિંહ તથા એટીઆઇ શ્રી ગોસાઇ એસ.ટી. વર્કસ યુનિયનના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલ ડયુટી શાખાની અને ડેપો ખાતે સ્ટેન્ડની મુલાકાત લીધેલ અને એકસ્ટ્રા સંચાલનની માહિતી મેળવેલ આમ પોતે કોરોનાગ્રસ્ત હોવા છતાં ડેપો ખાતે ઉપર દર્શાવ્યા મુજબના એસટીના કર્મચારીઓને રૂબરૂ મળેલ અને કોવિડ-૧૯ના નિયમોનું ઉઘાડા છોગ ભંગ કરેલ.

(10:29 am IST)