Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અલંગના શ્રમિક બાપ દીકરાએ તળાજા સરકારી હોસ્પિટલમાં હોબાળો કર્યે રાખ્યો

વહેલી સવારે એકબીજાને મારવા દોડતા હોય બહાર કાઢવાની ફરજ પડી!

ભાવનગર, તા.૧૦: અલંગના સોસિયા ખાતે પ્લોટ નં.૫૮ સામે રહેતા અજય બીરેન્દ્રસિંહ રાજપૂત ને લોહી નિંગળતી હાલતે રાત્રીના ત્રણેક વાગ્યા ના સુમારે અહીંની સરકારી રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ. અજય ને છરી ના ત્રણ દ્યા મારવામાં આવ્યા હતા. સાથળ,ખભે અને બાવડે. ત્રણેય દ્યા પિતા બીરેન્દ્રસિંહ સૂર્યનારાયણસિંહ દ્વારાજ મારવામાં આવેલ. અને પિતા દ્વારાજ અહીં સારવાર માટે લાવવામાં આવેલ.

તળાજા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તબીબે ભાવનગરવધુ સારવાર માટે રીફર કરેલ. જોકે ઇજાગ્રસ્ત અને તેના પિતાપાસે ભાવનગર જવાના રૂપિયા હતા નહિ. આથી હોસ્પિટલમાં જ પડ્યા રહ્યા હતા. એ દરમિયાન નર્સ અને સ્વીપર બહેનો નાઈટ ડયૂટીમાં હોવા છતાંય પિતા પુત્ર એકબીજાને અપશબ્દો કહેતા,મારવા દોડતા અને દેકારો મચાવતા રહયા. સવારે આઠેક વાગ્યે હોસ્પિટલમાં બબાલ કરતા પિતા પુત્રને હોસ્પિટલમાંથી કંટાળી બહાર કાઢ્યા હતા.

ઇજા ગ્રસ્ત યુવક કહેતો હતોકે પિતા પી ને પરેશાન કરે છે.પિતા કહેતા હતા કે દીકરો અહીં કોઈજ કામ ધંધો કરતો નથી. પી ને વારંવાર મારવા દોડે છે. રાત્રે પી.કંટાળી ને છરી મારી છે.

કેમેરા સામે બીરેન્દ્રસિંહ એ કબુલ્યું હતુંકે હું પીવ છું. પણ દીકરાથી કંટાળી ગયો છું.(૨૩.૯)

અલંગ સોસિયામાં અનેક સ્થળે દેશી દારૂના અડ્ડાઓ

પ્લોટ માં વોચમેન તરીકેકામ કરતા બીરેન્દ્રસિંહ એ ઓન કેમેરા જણાવ્યું હતુંકે અલંગ સોસિયા માં દેશી દારૂ ના અનેક અડ્ડાઓ છે. પચાસ રૂપિયા ની એક પોટલી મળે છે. અલંગ પોલીસ લગભગ દરરોજ દેશી દારૂના બે પાંચ લીટર સાથે ઈસમ ઝબ્બે ના કેસો કરે છે. આ ઘટના અને ઓન કેમેરા પર પ્રાંતીયના નિવેદને પોલ ખોલી નાખી હતી.

(10:30 am IST)