Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોરોના ઈફેકટઃ દ્વારકા યાત્રાધામમાં દિવાળીના તહેવારો પૂર્વ યાત્રિકોની પાંખી હાજરી

નૂતન વર્ષમાં યાત્રિકોના ઘસારાનો આશાવાદ

દ્વારકા, તા.૧૦: કોરોના મહામારીને લીધે વિશ્વભરમાં ટુરીઝમ ઉદ્યોગને વ્યાપક કટકો પડયો છે ત્યારે ભારતના પમ્ચિમી છેવાડે આવેલ દેશના પ્રમુખ તીર્થસ્થાનો પૈકીનું એક એવા દ્વારકા યાત્રાધામ કે જયાં સામાન્ય સંજોગોમાં આખું વર્ષ યાત્રીકોનો દ્યસારો જોવા મળે છે અને તેમાં પણ તહેવારોના સમયમાં બમણો ટ્રાફીક રહેતો હોય છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીને લીધે અપૂરતી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અને કોરોના મહામારીના ભયને લીધે ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર દ્યટાડો જોવા મળી રહ્યો છે. જો કે માત્ર ને માત્ર ટુરીઝમ ઉદ્યોગ પર આધારિત ક્રારકા યાત્રાધામનાં અર્થતંત્રને દિપાવલી બાદ વેગ મળે અને દર વર્ષની જેમ નૂતન વર્ષના તહેવારોમાં સવિશેષ ટ્રાફીક રહેતો હોય નવા વર્ષમાં વધુ ભાવિકો આવે તેવો આશાવાદ પણ વ્યકત કરાઈ રહયો છે.

ટુરીઝમને વેગ આપવા ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટેશન જરૂરીઃ નિર્મલભાઇ સામાણી

દ્વારકા હોટલ એસોસીએશનના પ્રમુખ નિર્મલભાઈ સામાણીને વર્તમાન સમયમાં દિવાળીના ટ્રાફીક અંગે પૂછતાં તેઓએ જણાવેલ કે હાલમાં હોટલોમાં પચાસ ટકા જેટલું બુકીંગ જોવા મળી રહ્યુ છે. જે દર વર્ષ કરતા પ્રમાણમાં ઓછું છે. હાલમાં કોરોનાને લીધે ટ્રેઇન-બસ વગેરેનો ઈન્ટર સ્ટેટ ટ્રાન્સપોર્ટેશન ખૂબ મર્યાદિત પ્રમાણમાં થતું હોય જેને લીધે યાત્રીકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો છે અને મોટાભાગના ગુજરાત રાજયના જ ટુરીસ્ટ આવી રહયા હોય આગામી સમયમાં સરકાર દ્વારા ટુરીઝમને વેગ આપવા આંતર રાજય બસ, ટ્રેન વગેરે સુવિધાઓને પૂર્વવત કરવાની દિશા તરફ પગલાં લેવાય તો વધુને વધુ યાત્રીકો દ્વારકા આવી શકે તેમ હોય આ દિશામાં પગલાં લેવાય તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

યાત્રીકો માટે ટ્રાન્સપોર્ટેશનની સવલતો જરૂરીઃ વિનુભાઇ સામાણી

દ્વારકા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના પ્રતિનિધિ વિનુભાઈ સામાણીને હાલના દિવાળીના તહેવારોના ટ્રાફીક વિશે પૂછતાં તેઓએ જણાવેલ કે હાલમાં જોવા મળતો મોટા ભાગનો ટ્રાફીક પ્રાઈવેટ વ્હીકલ્સ ધરાવનારા ટુરીસ્ટનો છે. જેના કારણે સોમનાથ તેમજ બેટ દ્વારકા સહિત સ્થાનીય ટ્રાવેલ્સના ધંધાર્થીઓ માટે હાલ પચ્ચીસ ટકા આસપાસ ટ્રાકીંક જોવા મળી રહયો છે. સરકાર દ્વારા અલગ અલગ રૂટ માટે બસ, ટ્રેઇન, ખાનગી ટ્રાવેલ સહિતના વિકલ્પોને પૂર્વવત કરે તો યાત્રાધામના ટુરીઝમને પૂર્વવત કરી શકાય તેમ છે. જો કે તેમણે પણ દિપાવલી બાદ નવવર્ષ તેમજ ભાઈબીજ - લાભ પાંચમ સુધીના તહેવારોમાં યાત્રીકોનો પ્રવાહ દ્વારકા તરફ કુંટાશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

દ્વારકાધીશ મંદિરમાં યાત્રિકો માટુ સુવિધા પૂરતીઃ પ્રણવભાઇ પૂજારી

દ્વારકામાં દિપાવલીના તહેવારોમાં યાત્રીકોના ટ્રાફીક અંગે જગતમંદિરના પ્રણવભાઈ પૂજારીને પૂછતાં તેઓએ જણાવેલ કે કોરોનાના લીધે મંદિર બંધ રહયા બાદ પૂનઃ ખુલ્યા પછી ક્રમશઃ યાત્રીકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાયો છે અને જગતમંદિરમાં આવતા ભાવિકોને કોરોના મહામારી લીધે સેનીટાઈઝેશન, માસ્ક ઈત્યાદિ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યુ હય તેમજ મંદિરમાં યાત્રીકો માટઙ્ખ પૂરતી સુવિદ્યાઓ હોય હાલમાં જે પચાસ ટકા જેટલો ટ્રાફીક જોવા મળી રહયો છે જે આગામી સમયમાં ચોકકસ વધશે તેવું જણાવ્યું હતું.

(10:31 am IST)