Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

છાસીયામાં છોકરી-છોકરો ભાગી ગયાના મનદુઃખમાં મારામારીઃ દંપતિ-પુત્રને ઇજા

રામજીભાઇ, બાધુબેન અને વનરાજને રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૧૦: વિછીયાના છાસીયા ગામે રહેતાં રામજીભાઇ ગોપાલભાઇ શેખા (કોળી) (ઉ.વ.૪૫), તેના પત્નિ બાધુબેન (ઉ.વ.૪૨) અને પુત્ર વનરાજ (ઉ.વ.૨૭) પર ગામના જ કુંવરાભાઇ નારણભાઇ જોગરાજીયા, વિનુભાઇ અને અજાણ્યા શખ્સોએ લાકડી-કુહાડીથી હુમલો કરી ઇજા કરતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં વિછીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.

રામજીભાઇ ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેના સગાના કહેવા મુજબ રામજીભાઇના સગામાં છોકરો-છોકરી ભાગી ગયા હોઇ તે બાબતનું મનદુઃખ ચાલતું હોઇ સમાધાનની વાતચીત માટે બધા ભેગા થયા ત્યારે બોલાચાલી થતાં હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આ અંગે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:23 am IST)