Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જુનાગઢના ઓધડનગરમાં ઘોડી પાસાનો જુગાર રમતા રસીયાઓના રંગમાં ભંગ પાડયો

સાત પુરૂષો પાંચ મહિલા સહિત ૧રને ઝડપી લેતી બી ડીવીઝન પોલીસ

(વિનુ જોષી) જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટી પ્રોહી તથા જુગારની ગેરકાયદેસર બદીને નેસ્ત નાબુદ કરવા સુચનાઓ કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક પી. જી. જાડેજા સા.ના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો. સ્ટે.ના પો. ઇન્સ. આર. બી. સોલંકીની સુચના આધારે પેટ્રોલીંગ દરમ્યાન પો. કોન્સ. અજયસિંહ મહીપતસિંહ ચુડાસમાને બાતમી રાહે હકિકત મળેલ કે જુનાગઢ ઓઘડનગર દાતર ચોક પાસે રહેતા ગોરધનભાઇ પથુભાઇ ચુડાસમા પોતાના મકાને બહારથી માણસો બોલાવી ઘોડીપાસા વડે જુગાર રમી રમાડી જૂગારનો અખાડો ચલાવે છે. જે હકીકત આધારે સદર જગ્યાએ રેઇડ કરી સાત પુરૂષો તથા પાંચ મહીલા છ શખ્સોને રોકડા રૂ. ૩૬૧પ૦, તથા ઘોડી પાસા નંગ-૪, કિ. રૂ. ૦૦-૦૦ તથા મો. સા. એકટીવા નંગ-૧ કિ. રૂ. રપ૦૦૦ મળી કુલ રૂ. ૬૧૧પ૦ ના મુદામાલ સાથે પકડી પો. સબ. ઇન્સ. એ. કે. પરમાર, દ્વારા સરકાર તરફે ફરીયાદી બની. જૂગાર ધારા એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓમાં (૧) ગોરધનભાઇ પથુભાઇ ચુડાસમા (ર) સંજયભાઇ ધીરૂભાઇ મકવાણા (૩) સીવાભાઇ હીરાભાઇ મકવાણા (૪) આકાશભાઇ કીશોરભાઇ સોલંકી (પ) નિર્મળ કનુભાઇ સોલંકી (૬) અમીત અશોકભાઇ સોલંકી (૭) વિપુલ ભુપતભાઇ પરમાર (૮) ગીતાબેન કિશોરભાઇ સોલંકી (૯) ચકુબેન વા/ઓ સંજયભઇ ઝાલા રહે. બધા જુનાગઢ ખાતેથી (૧) રોકડા રૂ. ૩૬૧પ૦ (ર) મો. સા. નંગ-૩ કિ. રૂ. રપ,૦૦૦, (૩) ઘોડી પાસા નંગ-૪ કિ. રૂ.  કુલ મુદામાલ રૂ. ૬૧,૧પ૦ નો કબ્જે કરેલ છે.

આ કામગીરી પો. ઇન્સ. આર. બી. સોલંકીની સુચના આધારે પો. સબ. ઇન્સ. એ. કે. પરમાર તથા પો. સબ. ઇન્સ. વી. કે. ડાકી તથા  પો. કોન્સ. અજયસિંહ મહીપતસિંહ ચુડાસમા તથ પો. કોન્સ. પરેશભાઇ બાવનભાઇ હુણ તથા પો. કોન્સ. કલ્પેશભાઇ ગેલાભાઇ ચાવડા પો. કોન્સ. પૃથ્વીરાજસિંહ જયવંતસિંહ રાયજાદા તથા પો. કોન્સ. કૌશલ્યાબેન દલપતભાઇએ કરેલ છે.

(11:26 am IST)