Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે રાજીવ પંડયાની વરણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૦ :. ભાવનગર શહેર ભાજપ પ્રમુખ તરીકે રાજીવ પંડયાની વરણી થઈ છે. શિક્ષિત અને સરળ વ્યકિતત્વ ધરાવતા યુવા અગ્રણીની શહેર પ્રમુખ પદે વરણીને આગેવાનો-કાર્યકરોએ આવકારી છે.  ભાવનગર શહેર ભાજપ પ્રમુખ પદે પ્રદેશ ભાજપા દ્વારા રાજીવભાઈ પંડયાની વરણી કરવામાં આવી છે. જ્યારે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મુકેશભાઈ લંગાળીયાની વરણી કરાઈ છે.

નવનિયુકત શહેર પ્રમુખ રાજીવ પંડયા ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન છે. શૈક્ષણિક સંસ્થા તેમજ આર.એસ.એસ. સાથે જોડાયેલા રાજીવ પંડયા શહેર ઉપપ્રમુખ તરીકે પણ સફળ કામગીરી કરી રહ્યા છે, ત્યારે હવે શહેર પ્રમુખ પદે વરણી થતા પક્ષના આગેવાનો - કાર્યકરોએ તેમને આવકારી અભિનંદન પાઠવ્યા છે.

(11:29 am IST)