Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ભાવનગરમાં વેપારીનું અપહરણ કરી ખંડણી માંગનાર યુવતી સહિત તમામ આરોપી ઝડપાયા

ભાવનગર તા.૧૦: પોલીસની ખોટી ઓળખાણ આપી કાપડના વેપારીનું અપહરણ કરી રૂ.પાંચ લાખની ખંડણી માગનારા યુવતી સહિતના છ શખ્સોને પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા છે.

કાળીયાબીડ ખાતે રહેતા અને લખુભા હોલ પાસે કિરણ ગાર્મેન્ટસ નામની કાપડની દુકાન રાખી વેપાર કરતા દીપકભાઇ બિપીનકુમાર ગોયલની દુકાને તેમના મિત્ર મિતેશ રાઠોડ તથા કોમલ નામની યુવતી દુકાને કાપડની ખરીદીના બહાને જઇ બાદમાં બન્નેએ ફરિયાદીને હિમાલયા મોલ સુધી મુકી જવાનું કહેતા ફરિયાદી તે બન્નેને મુકવા જતા બન્ને ફરિયાદીને યુનિવર્સીટીના કેમ્પસમાં લઇ ગયેલ જયાં એકટીવા પર આવેલ બે ઇસમોએ પોલીસની ઓળખ આપી સાંજના સમયે ફરિયાદીની જ ડેસ્ટન ગો કારમાં અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઇ જઇ ડ્રગ્સની પડીકી પકડાવી તેમજ અપહરણમાં સામેલ મહિલા સાથે વિડીયો ઉતારી પત્નિને ફોટા મોકલી દેશે તેવી ધમકી આપી બ્લેકમેઇલ કરી ૫ લાખની ખંડણી માંગી તેમની પત્નીને અવાર - નવાર ફોન કરાવી રૂ .૯૦ હજાર ઓનલાઇન ટ્રાન્ઝકશન કરાવી પડાવી લઇ એ.ટી.એમમાંથી રાત્રીના ૧૨ વાગ્યા પછી ૨૦ હજાર રૂપીયા ઉપાડવા માટે ઇટોની ભઠ્ઠીમાં રાત્રીના ૩.૩૦ કલાક સુધી ગોંધી રાખી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ૭ ઇસમો સામે એ ડીવીઝન પોલીસ ચોપડે નોંધાવી હતી.

આ ફરિયાદ નોંધાયા બાદ ગણતરીની કલાકોમાં જ પોલીસે કોમલ ઉર્ફે રોશની કેશવચંદ્ર ( રહે સુરત ) , મીતેશ જેન્તીભાઇ રાઠોડ (રહે દેસાઇનગર) , નરેશ રાણીંગભાઇ વાઘોશી (રહે તણસા) , હિરેન રમેશભાઇ નિમાવત (રહે ભુંભલી) , વનરાજ ભાણાભાઇ પોસાતર ( રહે તણસા) , ચેતન વિક્રમભાઇ બરાડને (રહે ચુડી , તળાજા) ઝડપી લઇ તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

(11:30 am IST)