Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ઉનામાં ડોકટરના પુત્ર ઉપર હુમલો કરીને લૂંટ ચલાવનાર ૩ આરોપીઓને ૧ દિવસની રિમાન્ડ

ઉના, તા. ૧૦ :. ડોકટરના પુત્ર અને તેના સ્ટાફના માણસ ઉપર લાકડીથી હુમલો કરી મોટર સાયકલ, રોકડા રૂપિયાની લૂંટ કરનાર ૩ માથાભારે શખ્સોને પોલીસે ધરપકડ કરી કોર્ટમા રજૂ કરતા એક દિવસની રીમાન્ડ મંજુર થઈ છે.

નામાંકિત ડોકટર દિવ્યકાંત ડી. સોલંકીના દિકરા જયનીલ સોલંકી (ઉ.વ. ૧૪) તથા તેના દવાખાનાનો સ્ટાફ રમેશભાઈ બચુભાઈ વંશ એકટીવા મોટર સાયકલ ઉપર ગીરગઢડા રોડ ઉપર જતા હતા ત્યારે રાત્રીના સમયે ઊનાના માથાભારે શખ્સ રઘુ રવીભાઈ બાંભણીયા (ઉ.વ. ૨૦), અનવરશા મહમદશા કુરેશી (ઉ.વ. ૩૦), કાનાભાઈ ઉકાભાઈ ચાવડા રહે. ઉનાવાળા મોટર સાયકલ ઉપર આવી બન્નેને રોકાવી લાકડી વતી માર મારી ગંભીર ઈજા કરી મોટર સાયકલ રોકડ રૂપિયા, કાગળો, પાકિટ મળી કુલ ૫૪૬૫૦ની લૂંટ કરી નાસી ગયા હતા. જેનીલને વધુ ઈજાઓ પહોંચી હતી.

પોલીસમાં ફરીયાદ દાખલ કરતા પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સૂચનાથી પીએસઆઈ એમ.વી. ચુડાસમા ડી. સ્ટાફે ૩ આરોપીને પકડી પાડી ઉના કોર્ટમાં રજુ કરી એક દિવસની રીમાન્ડ મેળવી છે અને લૂંટી ગયેલ મોટર સાયકલ (એકટીવા), લાકડી, રોકડ રકમ કબ્જે કરી હતી.

(11:30 am IST)