Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મનસુખભાઇ ખાચરીયા

ધોરાજી,તા. ૧૦:પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ જિલ્લા ગ્રામ્ય ના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મનસુખભાઈ ખાચરિયાની જાહેરાત કરતા અભિનંદનની વર્ષા થઇ છે. રાજકોટ જિલ્લા ભાજપમાં પ્રથમ વખત જેતપુર શહેરમાંથી જિલ્લા પ્રમુખ ની જાહેરાત થઇ છે. જેતપુરના ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના સદસ્ય અને એક વખત પોરબંદર લોકસભાની ચૂંટણી લડેલા મનસુખભાઈ ખાચરીયાની રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જાહેરાત થતા રાજકોટ જિલ્લામાં હર્ષની લાગણી ફેલાઇ છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મનસુખભાઈ ખાચરીયા ની નિમણૂક થતા રાજયના કેબિનેટ મંત્રી અને જેતપુર ના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પી.જી કયાડા અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા નયનભાઈ કુવાડીયા કિશોરભાઈ શાહ જયંતીભાઈ રામોલિયા વિગેરેએ અભિનંદન પાઠવ્યા હતા. આ સમયે નવનિયુકત રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા એ જણાવેલ કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જાહેરાત કરી છે તે બદલ પ્રથમ મારી ફરજ છે કે રાજકોટ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને અને આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની અંદર ભાજપનો ભગવો લહેરાય તે માટે અંગત હશે.

(11:35 am IST)