Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મોરબીમાં સામાજિક જાગૃતિ એકતા મિશન કારોબારીની બેઠક

મોરબી :  સામાજિક જાગૃતિ એકતા મિશન અંતર્ગત સર્વ સમાજના હોદેદારોની કારોબારી સમિતિની બેઠકનું આયોજન કાઙ્ખમ્યુનિટી હાઙ્ખલ, હાઉસિંગ બોર્ડ, નવા બસ સ્ટેશન મોરબી ખાતે કરવામાં આવેલ. આ બેઠકમાં સંગઠનના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ, ભાવનાબેન રાઠોડ, ભીમજીભાઈ બેડવા, તેમજ મોરબી જિલ્લાના પ્રભારી હિતેશભાઈ ગેડીયા, જિલ્લા સહપ્રભારી હમીરભાઇ ટોળીયા, જિલ્લા અધ્યક્ષ મધુવન સંદ્યપાલ તથા સંગઠનના અન્ય હોદેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સામાજીક જાગૃતી એકતા મિશન નો ઉદ્દેશ્ય છે કે સર્વ સમાજનાં દબાયેલા, કચડાયેલા, પીડિત, શોષિત, ગરીબ લોકોને મદદ કરવાનો છે આ સંગઠનમાં તમામ સમાજનાં માનવતાવાદી વિચારધારા ધરાવતા લોકો જોડાયેલા છે.બેઠક મળી તે તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:34 am IST)