Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગીર-સોમનાથ જીલ્લા ભાજપના પ્રમુખપદે યુવા અગ્રણી માનસિંહભાઇ પરમારની વરણી : કાજલીમાં ફટાકડાની રમઝટ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૧૦ : કાજલી ગામના અને ભાજપના યુવા અગ્રણી માનસિંહભાઇ પરમારની ગીર સોમનાથ જીલ્લા ભાજપના પ્રમુખપદે નિમણુંક થતા સમગ્ર ગીર સોમનાથ જીલ્લાના ભાજપ કાર્યકરોમાં આનંદ છવાયેલ છે.

તેમની રાજકીય પ્રવૃતિઓ ૧૯૯૯થી શરૂઆત થઇ અને ૨૦૦૨માં ગુજરાત યુનિ.(એન્જીનીયરીંગ ફેકલ્ટી) એબીવીપી સેન્ટર ઇલેકશન વિજેતા થયેલ. ૨૦૦૫ થી ૨૦૦૮ સુત્રાપાડા તાલુકાના યુવા મોરચાના પ્રમુખપદે ૨૦૦૮ થી ૨૦૧૦ જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ ૨૦૦૮ થી ૨૦૧૮ જીલ્લા સહકારી સંઘ જૂનાગઢ ડાયરેકટર, ૨૦૧૯ની જીલ્લા સહકારી સંઘ જૂનાગઢ ચેરમેન, વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૩ પ્રદેશ ભારતીય યુવા મોરચાના ઉપપ્રમુખ તેમજ રાજકોટ મનપા અને અમરેલી જીલ્લાના પ્રભારી ૨૦૧૧ ઇન્ડીયા ફર્સ્ટ કેમ્પેઇન જમ્મુ કાશ્મીર, ૨૦૧૪થી પ્રદેશ કારોબારી સભ્ય, ૨૦૧૫થી ડાયરેકટર નહેરૂ યુવા કેન્દ્ર ગીર સોમનાથ, ૨૦૧૫ થી જી.પં.ના સભ્ય ગીર સોમનાથ, ૨૦૧૬ મહામંત્રી ભાજપ ગીરસોમનાથ સહિત ભાજપ પાર્ટીમાં અનેક હોદ્દાઓ ઉપર યુવા વયે સફળતા પુર્વકની કામગીરી કરેલ અને તેમની આ કામગીરીને ધ્યાને લઇ અને પ્રદેશના હોદ્દેદારો સામે માનસિંહભાઇ પરમારને જીલ્લા ભાજપના પ્રમુખપદે વરણી કરેલ છે.

માનસિંહભાઇ પરમાર નિરમા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી અમદાવાદ બી ઇ કેમીકલ એન્જીનીયરીંગ તરીકેનો અભ્યાસ કરેલ છે અને લોક સંપર્ક તેમજ સામાજીક પ્રવૃતિઓમાં સતત વ્યસ્ત જોવા મળે છે.

૨૦૦૪માં સ્નાતકની ડીગ્રી મેળવ્યા બાદ સ્થાનિક કક્ષાએ રાજકીયક્ષેત્રમાં સક્રિયતાથી કાર્યરત, ૨૦૦૫ થી ૨૦૧૦માં તાલુકા અને જી.પં.ની ચુંટણીઓમાં સુત્રાપાડા, તાલાલા તાલુકાઓમાં જવાબદારીપુર્વક સક્રિય ભુમિકા નિભાવી, ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૨ તથા ૨૦૧૬ (પેટાચુંટણી) ની ગુજરાત વિધાનસભાની ચુંટણીઓમાં તાલાલા સુત્રાપાડા બેઠકમાં સક્રિય કામગીરી સન ૨૦૦૯, ૨૦૧૪ તથા ૨૦૧૯ની લોકસભાની ચુંટણીઓમાં સુત્રાપાડા અને તાલાલા તાલુકાઓમાં મહત્વની અને સક્રિય ભુમિકા ભજવી. ૨૦૧૨માં કિસાન હિતયાત્રામાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતમાં આર.સી.ફળદુની આગેવાનીમાં એક મહિનો પ્રવાસ કરેલો.

પ્રમુખપદની વરણીના સમાચારો ફેલાતા માનસિંહભાઇ પરમાર અને પુર્વ ધારાસભ્ય અને યાર્ડના ચેરમેન ગોવિંદભાઇ પરમારને ચોમેરથી અભિનંદનની વર્ષા થઇ રહેલ. કાજલી માર્કેટીંગયાર્ડમાં ભાજપના કાર્યકરો અને શુભેચ્છો ઉમટી પડેલા અને અભિનંદન પાઠવેલા તેમજ ફટાકડાની રમઝટ બોલાવેલ હતી.

(11:37 am IST)