Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગુજરાત અર્બન કો. બેંક ફેડરેશનમાં

વાઇસ ચેરમેન પદે ચુંટાતા જુનાગઢના ડોલર કોટેચા

જુનાગઢ તા. ૧૦: ગુજરાત રાજયની સહકારી પ્રવૃત્તિમાં યોગદાન આપનાર ડોલરભાઇ કોટેચા ધી ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન, અમદાવાદમાં પુનઃ વાઇસ ચેરમેન તરીકે બિન હરીફ ચુંટાયેલા જાહેર થયા છે.

ડોલર કોટેચાએ કુશાગ્ર બુધ્ધિ અને કૂનેહથી સહકારી ક્ષેત્રનાં વિકાસમાં અવિરત સહભાગી બની અનેરી સિધ્ધીઓ હાંસલ કરી છે.

તેઓની રાજય કક્ષાની જેવી કે ગુજરાત રાજય સહકારી બેંક લી. અમદાવાદમાં ડાયરેકટર તરીકે, ગુજરાત રાજય હાઉસીંગ ફાઇનાન્સ કોર્પોરેશનમાં ડાયરેકટર તરીકે, સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંક ફેડરેશન-રાજકોટમાં ડાયરેકટર તરીકે, ગુજરાત રાજય હેન્ડલુમ હેન્ડક્રાફટ એન્ડ ઔદ્યોગીક સહકારી ફેડરેશન લી. અમદાવાદમાં ડાયરેકટર તરીકે તેમજ જુનાગઢ કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લી. જૂનાગઢમાં ડાયરેકટર તરીકે તેમજ જૂનાગઢ જીલ્લા સહકારી સંઘ-જૂનાગઢ અને બિલેશ્વર ખાંડસરી ઉદ્યોગ-કોડીનારમાં ડાયરેકટર તરીકે તેમજ વડોદરા ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ સુગરેકન ગ્રોઅર્સ યુનિયન લી. વડોદરામાં સેવાઓ આપી રહ્યા છે. વધુમાં તેઓ શ્રી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. જૂનાગઢમાં ચેરમેન તેમજ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લી.માં વાઇસ ચેરમેન તરીકે સેવા પણ આપે છે.

(12:52 pm IST)