Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જૂનાગઢમાં દિપાવલી પ્રસંગે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ

(વિનુ જોષી) જૂનાગઢ,તા. ૧૦: તાજેતરમાં દિવાળીના તહેવારો દરમિયાન જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પ્રજા શાંતિથી તહેવારો ઉજવી શકે તે માટે જૂનાગઢ શહેરની તેમજ જિલ્લાની પોલીસને સતર્ક કરી શહેરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ, બી, સી, ભવનાથ તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આ કાર્યવાહી દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફર્લો સ્કવોડ, કિવક રિસ્પોન્સ ટીમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ અને વાહન ચેકિંગ કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.યુ.સોલંકી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ.ડાંગર, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા દ્વારા અધિકારીઓ તથા સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી, જૂનાગઢ શહેરના આઝાદ ચોક, જવાહર રોડ, મંગનાથ રોડ, દીવાન ચોક, માંડવી ચોક, ઝાંઝરડા રોડ, ખલીલપુર રોડ, ગાંધી ચોક, મોતીબાગ રોડ, વિગેરે સ્થળોએ ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકીંગ તેમજ ફટાકડા ના સ્ટોલનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે.

શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ ઉપરાંત જૂનાગઢ શહેરની જનતાને દિવાળીના તહેવારોમાં ચોર, ચીટર, લુખ્ખા તત્વો, છેડતી કરતા ઈસમો, છારાં ગેંગ, દેવીપૂજક ગેંગ, પોલીસની ઓળખ આપી લૂંટ તથા ચોરી કરતી ઈરાની ગેંગથી સાવચેત રહેવા માટે સમજાવવામાં આવે છે. ઉપરાંત, હાલના ર્ંકોરોના વાયરસનાં સંક્રમણ અટકાવવા પણ લોકોને સોશીયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તેમજ સેનેટાઇઝર નો ઉપયોગ કરવા પણ જાહેરાત કરી, સાવચેત કરવા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી.

(12:53 pm IST)