Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખપદે કૌશિક વેકરીયાની વરણીને વધાવતા દિલીપ સંઘાણી

અમરેલી, તા. ૧૦ : સરળ અને સહજ સ્વભાવ, બહુમુખી પ્રતિભા, સક્રિય અને સંનિષ્ઠ કામગીરી એ કૌશિક વેકરીયાની ઓળખ છે તેમ અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ પદે કૌશિક વેકરીયાની વરણી બદલ વેકરીયાને શુભેચ્છા પાઠવતા પૂર્વ કેબીનેટ મંત્રી-રાષ્ટ્રીય સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ જણાવેલ છે.

વધુમાં જણાવેલ કે, ગુજરાત પ્રદેશ ભાજપ એ યુવાશકિતને તક આપીને તેમની શકિતને વિસ્તારવાની, પક્ષના માધ્યમથી જનસૂહના સેવાકાર્ય પૂરી પાડવાના શ્રેષ્ઠ નિર્ણયને બિરદાવી તેમને પણ આજના તકે અભિનંદન પાઠવું છું. નૂતન વર્ષની નજીક નૂતન વરણી થતાં સંઘાણીએ આવનારૂ વર્ષ પક્ષ અને પ્રવૃતિ માટે પણ ફળદાયી નિવડે તેવી આશા વ્યકત કરી હોવાનું યાદીમાં જણાવાયેલ છે.

(12:56 pm IST)