Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મોરબી લૂંટમાં સંડોવાયેલા બે ઇસમને પાસા તળે જેલ

મોરબી,તા. ૧૦: જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલની ટીમે મેજીસ્ટ્રેટ મોરબી દ્વારા ઈશ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા સુચના મળતા પાસા અટકાયતી હુકમ અન્વયે લૂંટના ગુન્હામાં સંડોવાયેલ હીરાભાઈ કરશનભાઈ રંગ્પરા રહે ખાખરાથળ તા. થાનગઢ સુરેન્દ્રનગરને પાસા એકટ તળે ડીટેઈન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ જયારે અશોક જેમાભાઇ સારદીયા રહે ખાખરાથળ તા. થાનગઢ વાળાને ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કરવામાં આવ્યો છે.

૧૨ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સો ઓરડી માળિયા સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા બેચર છગન ચાવડા, કિશોર નરસી બાબરિયા, દેવા પુંજા પરમાર અને ગોવિંદ લાખા ચાવડા એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૯૦૦ જપ્ત કરી છે જયારે બીજી રેડમાં માળિયા સોસાયટી પાસે જુગાર રમતા કરશન રવજી બોસીયા, કરશન ચકુ સોલંકી અને રમેશ નાનજી પરમાર એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૫૦૦ જપ્ત કરી છે જયારે ત્રીજા દરોડામાં વિસીપરા વાડી વિસ્તાર પાસે જુગાર રમતા જુમા આમદ જંગીયા, હુશેન ગફુર માલાણી અને રહેમાન નુરમામદ હાલા એમ ત્રણને ઝડપી લઈને ૩૫૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે જયારે ચોથા દરોડામાં વિસીપરા ચાર ગોદામ પાસે જુગાર રમતા અલી હુશેન કટિયા અને ફિરોઝ આમીન ભટ્ટી એમ બેને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૯૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:57 pm IST)