Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પોરબંદરઃ એટ્રોસીટી કેસમાં સરપંચની ધરપકડ સામે હાઇકોર્ટે મનાઇ ફરમાવી

પોરબંદર તા. ૧૦ : પોરબંદર તાલુકાના ચીંગરીયા ગામના સરપંચ ઉપર થયેલી એકટ્રોસીટીની ફરીયાદમાં ધરપકડ સામે હાઇકોર્ટે રોક બનાવી છે.

પોરબંદર તાલુકાના ચીંગરીયા ગામના સરપંચ ગાંગાભાઇ લખમણભાઇ દાસા ઉપર તેમજ તેના બે પુત્રો ઉપર એસ્ટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ દાખલ થયેલી હતી. અને તે અન્વયે સરપંચ દ્વારા તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી મારફતે પોરબંદર જીલ્લા પોલીસ વડાને લેખીતમાં અરજી આપી ફરીયાદ સંબંધે યોગ્ય તપાસ કરવા અને ન્યાયીક કાર્યવાહી કરવા માટે અરજી કરેલી હતી. અને તેની સાથે સાથે જ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં ફરીયાદ ખોટી હોવા સંબંધે ક્રોસીંગ અરજી પણ દાખલ કરેલી હતી. અને તેમાં સ્પષ્ટ જણાવેલુ હતું. કે, ફરીયાદી દ્વારા અગાઉ પણ એસ્ટ્રોસીટીની ફરીયાદ કરેલી હોય અને ફરીયાદીને આરોપી ઓળખતા પણ ન હોય, જોયેલ પણ ન હોય પરંતુ આરોપીએ જે જમીન લીધી તેના અગાઉના માલીક સામે એસ્ટ્રોસીટી કરેલી હોય અને ત્યારબાદ આરોપીએ ખરીદ કરતા હેરાન કરવા માટે ખોટી બીજીવાર ફરીયાદ કરેલી હોય અને તે કારણોસર ગુજરાત હાઇકોર્ટમાં ક્રોસીંગ અરજી દાખલ કરીને વચ્ચગાળાનો હુકમ કરી ધરપકડ અન્વયેની કાર્યવાહી કરવી નહી. તેવો વચ્ચગાળાનો હુકમ મેળવેલ છે અને તે રીતે એસ્ટ્રોસીટી એકટની જોગવાઇ મુજબ આગોતરા જામીન મળતા ન હોય અને સામાન્ય સંજોગોમાં જેલમાં જઇને જ જામીન અરજી કરવી પડતી હોય પરંતુ ચીંગરીયાના સરપંચ ગાંગાભાઇ લખમણભાઇ દાસા જો જેલમાં જાય તો તેનું સરપંચ પદ પણ જઇ તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તેમ હોય ગુજરાત હાઇકોર્ટના વચ્ચગાળાના હુકમથી મોટી રાહત મળેલ છે.

(12:59 pm IST)