Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ખંભાળિયાના પ્રખ્યાત શ્રી રામ પેંડાવાલા, શ્રીહરિ રેસ્ટોરન્ટ, મયુર ભજીયા, ગોકુલ ગૃહ ઉદ્યોગ, સ્વાદ કેટરસ સહિતની 18 મીઠાઈ-ફરસાણની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના દરોડા : વેપારીઓમાં દોડધામ

ખંભાળિયા:તહેવારો દરમિયાન મીઠાઈ અને ફરસાણના વેંચાણમાં હલકી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવતો હોવાના પગલે જામનગર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આજે સાંજે એકાએક ખંભાળિયામાં ચેકીંગ હાથ ધરવામાં આવતાં શહેરના નામાંકિત વેપારીઓ ઝપટે ચડ્યા હતાં.
જેમાં શારદા સિનેમા રોડ પર આવેલ શ્રીરામ નમકીન ભરતભાઇ મોટાણી , નગર ગેટ નજીક શ્રી રામ પેંડાવાલા, યોગેશભાઈ મોટાણી, શ્રીહરિ રેસ્ટોરન્ટ વિજયભાઈ રસોયા, સ્ટેશન રોડ પર સ્વાદ કેટરસ, અશોકભાઈ રસોયા, સલાયા નાકા પાસે ગોકુલ ગૃહ ઉદ્યોગ કિશોરભાઈ રાયચુરા, વિજય સિનેમા સામે જલારામ ઘૂઘરા, જલારામ પેટીસ, પખ્યાત મયુર ભજીયા સહિતના 18 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કેટલીક દુકાનોમાંથી ખરાબ તેલ મળી આવતા તેનો નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ માવાની મીઠાઈ ઉપર એક્સપાઈરી ડેટ લગાવેલી ના હોવાથી સૂચના આપી જરૂરી કાર્યવાહી કરી હતી.
ફૂડ એન્ડ ડ્રગ વિભાગના એકાએક દરોડા થી વેપારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી

(9:18 pm IST)